Atmadharma magazine - Ank 344
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 55

background image
: ૧૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
પ્રસિદ્ધ મ્યુઝીયમમાં પણ ઘણી દિ. જૈનમૂર્તિઓ છે. આજે ભૂગર્ભમાંથી જો એક જુની
મૂર્તિ નીકળશે તો તેમાંથી ચારસો કે પાંચસો તો દિગંબર જૈનમૂર્તિઓ હશે ઉપરથી
આપણા જૈનધર્મના પ્રાચીન ગૌરવનો આપણને ખ્યાલ આવશે. આજે આવા ધર્મના
સિદ્ધાંતોના પ્રચાર માટે વીરપ્રભુની ૨પ૦૦ નિર્વાણતિથિના બહાને આપણને એક મહાન
તક મળી છે. તે તકનો ઉત્તમ ઉપયોગ કરીને આપણે જૈનધર્મનો પ્રચાર કરીએ,
બાળકોમાં તેનું શિક્ષણ આપીએ–એવી ભાવના દરેક વકતાઓએ વ્યક્ત કરી.
વૈશાખ સુદ ત્રીજની સવારમાં ગીરનારની પંચમટૂંક ઉપર ચોથા શુક્લધ્યાનમાં
બિરાજમાન નેમપ્રભુનું દ્રશ્ય થયું.. થોડીવારમાં પ્રભુજી મોક્ષપધાર્યા. ને ઈન્દ્રોએ નિર્વાણ
કલ્યાણક પૂજન કર્યું. પ્રભુના પંચકલ્યાણકની વિધિ પૂર્ણ થઈ. તે જગતનું કલ્યાણ કરો.
સાડાદશ વાગે દિલ્હીના શાહુજીએ સ્વાધ્યાયમંદિરનું ઉદ્ઘાટન કર્યું, તેમાં
ગુરુદેવના હસ્તે જિનવાણીની સ્થાપના થઈ. અગિયાર વાગ્યાથી સમવસરણમાં જિનેન્દ્ર
ભગવાને પ્રતિષ્ઠા શરૂ થઈ. ગુરુદેવે ભાવભીના ચિત્તે સીમંધરનાથની પ્રતિષ્ઠામાં ભાગ
લીધો. સમવસરણમાં બિરાજમાન સીમંઘરનાથપ્રભુ, અને તેમની સન્મુખ ઊભેલા
ભરતક્ષેત્રના ધર્મધૂરધૂર સંત કુંદકુંદચાર્યદેવ, તે દ્રશ્ય દેખીને સૌને આનંદ થતો હતો. ઘણા
આનંદથી પ્રભુ પ્રતિષ્ઠાથઈ. મંદિરના ઉપરના ભાગમાં શાંતિનાથ ભગવાનના ખડ્ગાસન
પ્રતિમાજીની પ્રતિષ્ઠા થઈ. અહા! શાંતિનાથ ભગવાનની ભગવાનની શાંતમુદ્રા મોક્ષને
સાધવાની રીત દેખાડી રહી છે. નીચેના ભાગમાં પહેલાંંના મૂળનાયક શીતલનાથ
ભગવાન એમને એમ પૂર્વવત બિરાજ માન છે. પ્રભુની પ્રતિષ્ઠા પછી મંદિર ઉપર કળશ–
ધ્વજ ચડયા. મુખ્ય કળશ ઉપરાંત બીજા ૮૩ નાનકડા કળશ પણ મંદિરની શોભામાં
અભિવૃદ્ધિ કરે છે.
પ્રભુની પ્રતિષ્ઠા થઈ ત્યારે હજારો દર્શકોની ભીડ હર્ષનો કોલાહલ કરતી હતી.
નીચે જમીન ઉપર તો આખી બજારમાં ચાલવાનો માર્ગ પણ રહ્યો ન હતો–એટલી ભીડ
હતી. આજે મુંબઈના ભૂલેશ્વરની ભીડ કરતાંય આ ફતેપુરના ખેતરમાં ભીડ વધારે હતી.
જંગલમાં મંગલ થઈ રહ્યું હતું. જમીન ઉપર કોલાહલ કરતાં ય આકાશમાં વધારે ગર્જના
થતી હતી.... ને આકાશમાંથી ફૂલ વારસી રહ્યા હતા.
હેલિકોપ્ટર દ્ધારા પુષ્પવૃષ્ટિનું દ્રશ્ય જોવાલાયક હતું. એ જોવા માટે આસપાસના
ગામડાના દશેક હજાર લોકો ધોમધખતા તાપમાં ઉમટી પડ્યા હતા; તેઓ હેલિકોપ્ટર
દ્ધારા થતી પૃષ્ટવૃષ્ટિ આનંદથીજોતા હતા, પરંતુ તે હેલિકોપ્ટર કોના ઉપર પુષ્પવૃષ્ટિ કરે
છે તેને તેઓ ઓળખતા ન હતા. બહુ તો મંદિર ઉપર પુષ્પવૃષ્ટિ થતી દેખતા હતા.