Atmadharma magazine - Ank 344
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 55

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૧૯ :
પણ મંદિરમાં બિરાજમાન દેવ કેવા મજાન વીતરાગ–સર્વણ છે! ને તેમણે કેવો સરસ
મોક્ષમાર્ગ બતાવ્યો છે! –એની તો લોકજનોને ક્્યાંથી ખબર હોય! મુમુક્ષુઓને તો
આવા દ્રશ્યો દ્ધારા અરિહંત પરમાત્માનો અને તેમના માર્ગનો મહિમા દેખીને આનંદ
થતો હતો. વીતરાગ પ્રભુ પ્રત્યે પરમભક્તિ પૂ. બેનશ્રી–બેન પણ હેલિકોપ્ટર દ્ધારા
પૃષ્પવૃષ્ટિ કરી હતી. સમવસરણમાં બિરાજમાન સીમંઘરનાથના ઉપર બંને ધર્મમાતાઓ
દ્ધારા પુષ્પવૃષ્ટિ દેખીને આનંદ થતો હતો ને વિદેહનાં મધુર સંભારણાં જાગતા હતા.
આ ઘણા જ આનંદ–ઉલ્લાસભર્યા વાતાવરણમા ફતેપુરમાં જિનેન્દ્ર ભગવાનની
મંગલપ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ પૂરો થયો..... તે ભવ્યજીવોનું કલ્યાણ કરો.
વૈશાખ સુદ ત્રીજ તા. ૧પ ના રોજ રાત્રે પૂ. ગુરુદેવના મંગલ આર્શીવાદપૂર્વક,
શેઠશ્રી શાંતિપ્રસાદજી શાહું દ્ધારા મહાવીરપ્રભુના અઢીહજારમાં નિર્વાહમહોત્સવ માટેની
ગુજરાત–સૌરાષ્ટ્રની શાખાનું ઉદ્ઘાટનાથયું. શાહુજીએ કહ્યું કે વધુ પડતી કમિટિઓ
બનાવવાથી કામ થતું નથી; આપણે તો કામ કરવાનું છે. બાળકોને ઉત્તમ સંસ્કાર મળે તે
માટે વિશેષ ધ્યાન આપવાનું છે. તથા આ કાર્ય માટે ગુજરાત–સૌરાષ્ટ્રમાં જે મુમુક્ષુ મંડળ
ચાલે છે તેઓ જ આ કાર્ય સાંભળી લ્યે તો તે ઉત્તમ છે. વિશેષમાં ગીરનાર તીર્થની જે
વિકટ પરિસ્થિતિ ચાલી રહી છે તે સંબંધમાં વિશેષ ધ્યાન આપવા ગુજરાત સૌરાષ્ટ્રના
કાર્યકર્તાઓને ખાસ ભલામણ કરી.
ત્યારબાદ દિલ્હીના જૈન વોચ કાુ.વાળા શેઠશ્રી પ્રેમચંદજી, અજમેરના શેઠશ્રી
ભાગચંદજી સૌની વગેરેએ પણ આ વિષય સંબંધમાં ભાષણ કર્યાં. શ્રીમાન્ સોનીજીએ
કહ્યું કે–ભગવાન મહાવીરની અઢી હજારમી નિર્વાણ જયંતિનો આવો મહાન અવસર
મનાવવાનું આપણા જીવનકાળમાં આપણને મળ્‌યું તે આપણા મહાન ભાગ્ય છે. નિર્વાણ
મહોત્સવ તે વર્ષ દરમિયાન ભારતની બધી ભાષામાં, તેમજ દુનિયાભરના ઘણાખરા
દેશોમાં મહાવીર ભગવાનનું નામ અને તેમના ગુણગાન ગૂંજતા હશે. મહાવીર ભગાવન
પછી આજ સુધીના હજારો વર્ષમાં ઘણા મહાપુરુષો થઈ ગયા, પણ અઢી હજાર વર્ષના
મહોત્સવનો આવો મહાન અવસર તો આપણને જ મળ્‌યો, તે એક સૌભાગ્ય છે. બીજા
પણ અનેક વકતાઓએ આ સંબંધી વિચારો રજુ કર્યાં. એકંદર વીરપ્રભુના અઢી
હજારમાં નિર્વાહમહોત્સવ માટે ભારતના સમસ્ત જૈનસમાજમાં ઘણો સારો ઉત્સાહ છે.
આ ઉત્સવ અનુસાર ઉત્તમ કાર્યો ને ધર્મપ્રચાર થાય એવી ભાવના ભાવીએ.
વૈશાખ સુદ ચોથે પ્રવચનબાદ શાંતિયજ્ઞ થયો, હવે પ્રતિષ્ઠામહોત્સવ પૂરો થતાં