Atmadharma magazine - Ank 344
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 55

background image
: ૨૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
હજારો લોકો વિદાય થવા લાગ્યા. બપોરે પ્રવચન પછી ઉત્સવની ખુશાલીમાં
જિનેન્દ્રદેવને ભવ્ય રથયાત્રા નીકળી. અજમેરનો કલાપૂર્ણ રથ પ્રભુજીને લીધે વિશેષ
શોભતો હવે રાત્રે સમવસરણમાં મંગલભક્તિ થઈ હતી.. આમ આનંદપૂર્વક ફત્તેપુરનો
મંગલમહોત્સવ પૂરો થયો ને બીજે દિવસે સવારમાં પ્રભુની ભક્તિ કરાવીને ગુરુદેવે
ફત્તેપુરથી બામણવાડા તરફ પ્રસ્થાન કર્યું. (ઈતિ ફત્તેપુર–મહોત્સવ સમાચાર પૂર્ણ)
(ફત્તેપુરના સમાચાર આપે વાંચ્યા.... હવે પૃ. ૨પમાં ફત્તેપુરથી ભાવનગર સુધીનાં પ્રવચનોની
પ્રસાદી પણ આપ આંખો. તેમાં ભરેલો વીતરાગી ચૈતન્યરસ આપને જરૂર ગમશે.)
જૈનસમાજના તેના શેઠશ્રી શાંતિપ્રસાદજી શાહુનું ભાષણ
(ફતેપુરમાં વૈશાખ સુદ બીજે જન્મ–જયંતિ પ્રસંગે શ્રદ્ધાજલિરૂપ ભાષણ)
ભારતમાં દિગંબર જૈનસમાજના નેતા શેઠશ્રી શાંતિપ્રસાદજી શાહુ (દિલ્હી) એ
ભારતના સમસ્ત જૈનસમાજ તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યુ્ર હતું કે
શ્રદ્ધેય સ્વામીજી મહારાજ! આપકે ચરણોમેં શતશત નમસ્કાર હો. મૈં અપની ઓરસે
ઉપસ્થિત સમસ્ત સભાજનોંકી ઓરસે, એવં ભારતકી સમસ્ત જૈનસમાજકી ઓરસે
આપકો નમસ્કાર કર શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હૂં.
આગળ ચાલતાં શાહુજીએ કહ્યું કે દૂરસે ભી આપકા નામ જો સુનતે હૈં ઔર
આપકી પાસ જો આતે હૈ, વે એક હી લગનસે આતેં હૈં કિ આપ હમેં સમ્યગ્દ્રિૅષ્ટ હોનેકા
જો રાસ્તા બતલા રહે હૈ ઉસ રાસ્તેસે હમ કૈસે સમ્યગ્દ્રષ્ટિ બનેં! સમ્યગ્દર્શન થવાનો જે
રસ્તો આપ અમને બતાવી રહ્યા છો તે રસ્તે અમે સમ્યગ્દર્શન પામીએ–એવી એક જ
લગનથી અમે સૌ આપની પાસે દૂરદૂરથી આવીએ છીએ. આજે પણ પ્રવચનમાં આપે
એ જબતાવ્યું કે આજ પણ સમ્યગ્દ્રષ્ટિ કઈ રીતે થઈ શકાય છે!
અઢી હજાર વર્ષ પહેલાંં ભગવાન મહાવીરે આ વાત કરી હતી; સેંકડો વર્ષો બાદ
ભગવાન કુંદકુંદે પણ એ વાત કરી. ઈસકે બાદ ભી અનેક બડેબડે આચાર્ય થયા, તેઓ
પણ આ વાહ કહેતા ગયા. પરંતુ ૭૦૦ વર્ષ પહેલે તમામ દેશમાં એક એવું વાતાવરણ
ફેલાઈ ગયું કે સમાજના બહુત લોગ બાહ્યસંપત્તિ તરફ ઝૂકી ગયા. પરંતુ આજ સુધી
સમાજમેં જાગૃતી આ ગઈ હૈ, અધ્યાત્મના યુગ આ રહા હૈ