Atmadharma magazine - Ank 344
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 55

background image
સત્સમાગમ એટલે મુમુક્ષુતાની પુષ્ટિ
આત્મસ્વભાવની આરાધના એ મુમુક્ષુ ધ્યેય છે..... તે ધ્યેયની
સફળતા માટે આરાધક ધર્માત્માઓનો સત્સમાગમ કરીને તે પોતાની
આત્માર્થિતા પુષ્ટ કરે છે.
એવા આરાધક જીવોનો સત્સમાગમ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે
કેમકે જગતના જીવોમાં આરાધકજીવો અનંતમાં ભાગના જછે. આમ
છતાં આત્માને સાધવા માટે જાગેલા મુમુક્ષુને કોઈને કોઈ પ્રકરે તેનો
માર્ગ બતાવનાર જ્ઞાની મળી જ જાય છે.
‘સત્સમાગમ’ એટલે, રાગાદિથી ભિન્ન જ્ઞાનચેતનારૂપે
પરિણમેલા જ્ઞાનીને ઓળખીને તેનો સમાગમ; જ્ઞાનીના જ્ઞાનભાવોની
ઓળખાણ થતાં મુમુક્ષુના પરિણમવા આત્મસ્વભાવ તરફ ઝૂકે છે, તેની
આ આત્માર્થીતા પુષ્ટ થાય છે ને રાગનો રસ તૂટતો જાય છે. એમ થતાં,
કદી નહિ અનુભવાયેલી એવી કોઈ અપૂર્વ શાંતિના ભાવો તેને પોતામાં
જાગે છે. જ્ઞાનીના સાચા સત્સમાગમનું આવું ફળ જરૂર આવે જ છે.
હે બંધુ, આવા મોંઘા સત્સમાગમની પ્રાપ્તિનો અને આત્માર્થની
પુષ્ટિ કરીને શાંતિના વેદનનો આ સોનેરી અવસર છે. હવે તારું કામ
એક જ છે કે બીજા બધામાંથી રસ છોડીને, સમયે–સમયે સ્વની રાગથી
જુદા કરીને, બધા પ્રકારથી આત્મવસ્તુનો મહિમા ઘૂંટીઘૂટીને, રાગથી
જુદા ચૈતન્યભાવનું અંતરમાં વેદન કરવું. હવે તું એના જ પ્રયત્નમાં ઊંડો
ઊંતર..... બસ! તારો બેડો પાર છે...... શાંતિ અપાર છે.