Atmadharma magazine - Ank 344
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 55

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ૨૪૯૮
લવાજમ જેઠ
ચાર રૂપિયા
June. 1972
* વર્ષ ૨૯ : અંક ૮ *
* અધ્યાત્મધામમાં
અનુભવનાં માંગળિક *
(જેઠસુદ ત્રીજે સ. કળશ ૨૩ ના પ્રવચનમાંથી)
ચાર માસ ઉપરાંતના પ્રવાસમાંથી પુન: સોનગઢ આવ્યા બાદ સુવર્ણના
અધ્યાત્મધામમાં પ્રથમ પ્રવચનમાં જ આત્મ–અનુભવની જોસદાર પ્રેરણા આપતા, કળશ
૨૩ ના પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે–
અહો, આ ચૈતન્યભગવાન–રાગથી જુદો વિલસી રહ્યો છે–તેને હે જીવો! તમે
દેખો! ‘મરીને પણ’ આવા ચૈતન્યતત્ત્વનો અનુભવ કરો.
હવે પોતે મરીને તો કાંઈ થઈ ન શકે; પણ ‘મરીને’ એટલે કે મરણ જેટલી
પ્રતિકૂળતા બહારમાં આવે તોપણ આત્માનો અનુભવ કર...... તીવ્ર પ્રયત્ન કરીને
કૂતુહુલપૂર્વક–આર્શ્ચય–પૂર્વક–મહિમાપૂર્વક અંતરમાં જો તો ખરો કે અનંતજ્ઞાન અનંતસુખ
ને અનંત આનંદવાળું મારું સ્વરૂપ કેવું છે? –એમ ઊંડા ગંભીર તત્ત્વમાં ઊંડો ઊતરીને
તેનો અનુભવ કર......
જુઓ, આ માંગળિકમાં આત્માના અનુભવની વાત આવી. આત્માનો અનુભવ
કરવો તે અપૂર્વ મંગળ છે.
અહા, આત્મા અનંત શાંતિસ્વરૂપ છે. અનંત તીર્થંકરો જેનાં વખાણ કરે છે, સંતો
બાદ પાડીપાડીને તને જે તત્ત્વ જોવા માટે જગાડે છે, તો એવું તત્ત્વ અંદર છે કેવું? તેને
શોધ!