Atmadharma magazine - Ank 344
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 55

background image
: ૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
આત્મા આનંદમૂર્તિ છે; શરીર ભવમૂર્તિ છે. તું મૂર્તશરીર અને રાગાદિમાં લીન
થયો છે તેને બદલે તેનાથી જુદાપણું જાણીને તેનો પાડોશી થઈ જા.... ને અંદર સ્વઘરમાં
આવીને ચૈતન્યતત્ત્વને દેખ. આવા તત્ત્વને અનુભવમાં લેતાં તારો શરીરાદિ સાથે
એકત્વબુદ્ધિ મોહ તરત છૂટી જશે. મોહને છૂટતાં વાર નહિ લાગે,......... અદ્ભૂત
ચૈતન્યદેખતાંવેંત તરત જ તારો મોહ છૂટી જશે.
ભાઈ, અત્યારે તો અંદર શાંત થઈને આવા આત્માનો અનુભવ કરવાનો
અવસર છે. બાપુ! જગતના કોલાહલમાં પડવા જેવું નથી. અરે, આ શરીર સાથે ને રાગ
સાથે ય તારા ચૈતન્યનો એકતાનો સંબંધ નથી. ત્યાં બીજાની તો શી વાત! શરીર અને
રાગાદિ તરફનું લક્ષ છોડી, તેનાથી ભિન્ન ચેતન્યતત્ત્વને લક્ષમાં લેતાં તને કોઈ મહા
આનંદ થશે..... ને તારો મોહ ઝડપથી તૂટી જશે. બે ઘડના પ્રયત્નથી થઈ શકે એવું આ
કાર્ય છે. અહા, એકવાર રાગનું પડખું છોડીને અંદર ચૈતન્યને છુટું દેખ..... એકવાર એને
દેખતાંજ્ઞાન પરભાવોથી એવું છુટું પડી જશે કે સદા છુટૂં ને છુંટુ રહેશે, ફરી રાગ સાથે
એકપણું કદી તને નહિ ભાસે. તને ભગવાન તારામાં જ દેખાશે. આ ચૈતન્યવસ્તુ કોઈ
સાધારણ નથી, એ તો અતીન્દ્રિય આનંદથી ભરેલ મહાન પદાર્થ છે, એની સન્મુખ થતાં
મહા આનંદનું વેદન થાય છે. આવો અનુભવ કરવા જે જાગ્યો તે જગતના કોઈ
પરિષહથી મરણ જેટલા પરિષહથી પણ ડગે નહિ.
આનંદનો મહા સાગર, તેમાં ડુબકી મારીને તેના એક ટીપાંનો સ્વાદ લેતાં પણ
રાગાદિ સમસ્ત પરભાવનો સ્વાદ છૂટીને ચૈતન્યનો કોઈ અપૂર્વ સ્વાદ વેદાય છે. અહા!
જેના એક ટીપામાં આવી તાકાત, તે આખા આનંદના સાગરની શી વાત! આવ તો
અનંત ગુણનો સાગર તું છો..... આવડો તારો આત્મા..... તેને એકવાર તું જગતને
ભૂલીને દેખ! તને આનંદના વિલાસરૂપ તારો દેખાશે...... ને મોહનો વિલાસ તરત નષ્ટ
થઈ જશે.
આવો અનુભવ અંતરના મહાન ઉધમ વડે કરવો તે અપૂર્વ આનંદ–મંગળ છે.
ઉપયોગસ્વરૂપ સ્વદ્રવ્યને પરથી જુદું અનુભવમાં લઈને આનંદસહિત તું પ્રસન્ન થા. તારું
સ્વદ્રવ્ય રાગાદિ વગરનું ચૈતન્યભાવથી એવું ને અવું શોભી રહ્યું છે તેને સાવધાન
થઈને, પ્રસન્ન થઈને તું અનુભવમાં લે. અનુભવ તે મહા આનંદનો સમુદ્ર છે; તે જ
મોક્ષનો માર્ગ છે.