Atmadharma magazine - Ank 344
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 55

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૩ :
ફત્તેપુરમાં સમાચાર
(લેખાંક: ૨)
ફત્તેપુર (ગુજરાતમાં) ગત પ્રથમ વૈશાખ વદ ૪ થી દ્ધિ. વૈ.
સુદ ૪ સુધી પંચકલ્યાણક–પ્રતિષ્ઠા વગેરેનો જે ભવ્ય મહોત્સવ
ઉજવાયો–તેના પ્રારંભિક સમાચાર આપે ગતાંકમાં વાચ્યા. બાકીનાં
સમાચારો અહીં રજું થાય છે. ગતાંકના સમાચારો, પ્રવચનો તેમ જ
૮૩ પુષ્પોની મંગળમાળા વગેરે વાંચીને ઘણા જિજ્ઞાસુઓએ
પ્રસન્નતા વ્યક્ત કરી છે. આ અંક વાંચીને પણ સૌને પ્રસન્નતા થશે.
ફત્તેપુરમાં–સ્વાગત; શિક્ષણ શિબિર, પ્રતિષ્ઠા–મંડત વીતરાગ–વિજ્ઞાન નગરીની
શોભા, ફત્તેપુરમાં વર્ણન, પ્રવચનસભાનું ગૌરવ, ગર્ભકલ્યાણક વખતની ચર્ચા વગેરેનું
વર્ણન આપણે ગતાંકમાં વાંચ્યું. આ નેમપ્રભુના પંચકલ્યાણક ચાલી રહ્યા છે.
દિગ્કુમારીદેવીઓ શિવાદેવી માતાની સેવા કરે છે, ને તેમની સાથે તત્ત્વચર્ચા પણ કરે છે.
કેવી મજાની હશે તીર્થંકરની જનેતા સાથેની એ ધર્મચર્ચા! ચાલો પાઠક! તમને પણ તેનું
રસાસ્વાદન કરાવું:–
એક દેવી પૂછે છે : હે માતા! અનુભૂતિસ્વરૂપ થયેલો આત્મા તમારા અંતરમાં બિરાજે
છે, તો એવી અનુભૂતિ કેમ થાય? તે સમજાવો.
માતા જવાબ આપે છે–હે દેવી! અનુભૂતિનો મહિમા ઘણો ગંભીર છે. આત્મા પોતે
જ્ઞાનની અનુભૂતિસ્વરૂપ છે. તે જ્ઞાનની અનુભૂતિમાં રાગની અનુભૂતિ નથી;
આવું ભેદજ્ઞાન થાય ત્યારે અપૂર્વ અનુભૂતિ પ્રગટે છે.
બીજી દેવી પૂછે છે કે હે માતા! આત્માની અનુભૂતિ થતાં શું થાય!
માતા કહે છે–સાંભળ, દેવી! અનુભૂતિ થતાં આખો આત્મા પોતે પોતામાં ઠરી જાય છે.
એમા અનંતગુણના ચૈતન્યરસનું એવું ગંભીર વેદન થાય છે કે જેના મહાન
આનંદને આત્મા જ જાણે છે. એ વેદન વાણીમાં આવતું નથી.
ત્રીજી દેવી પૂછે છે–માતા! વાણીમાં આવ્યા વગર એ વેદનની ખબર કેમ પડે?