Atmadharma magazine - Ank 344
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 55

background image
: ૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
માતા ઉપર આપે છે–હે દેવી! પોતે પોતાના સ્વસંવેદનથી આત્માને તેની ખબર પડ છે
જેમ થાંભલો નજરે દેખાય છે તેમ અનુભૂતિમાં આત્મા તેનાથી પણ વધુ સ્પષ્ટ
જણાય છે.
ચોથી દેવી પૂછે છે–હે માતા! આંખ વડે થાંભલો જણાય તેના કરતાંય આત્માના જ્ઞાનને
વધુ સ્પષ્ટ કેમ કહ્યું?
માતા જવાબ આપે છે–હે દેવી! થાંભલાનું જ્ઞાન તો ઈદ્રિંયજ્ઞાન છે, તે પરોક્ષ છે, ને
આત્માને જાણનારું જ્ઞાન તો અતીન્દ્રિય છે અને પ્રત્યક્ષ છે, માટે તે વધારે સ્પષ્ટ છે.
પાંચમી દેવી પૂછે છે કે–અનુભૂતિ વખતે તો મતિ–શ્રુતજ્ઞાન છે છતાં તેને પ્રત્યક્ષ અને
અતીન્દ્રિય કેમ કહ્યા?
માતાજી જવાબ આપે છે–કેમકે અનુભૂતિ વખતે ઉપયોગ આત્મામાં એવો લીન થયો છે
કે તેમાં ઈંદ્રિયનું કે મનનું અવલંબન છૂટી ગયું, તેથી તે વખતે પ્રત્યક્ષપણું છે.
‘અહા, એ વખતના અદ્ભૂત નિર્વિકલ્પ આનંદની શી વાત! ’
છઠ્ઠી દેવી કહે છે કે–હે માતા! તમે અનુભૂતિની અદ્ભૂત વાત સમજાવી. આજે તો જાણે
તમારા અંતરમાંથી કોઈ અલૌકિક ચૈતન્યરસ ઝરી રહ્યો છે!
માતા કહે છે–દેવી! અંતરમાં બિરાજમાન તીર્થંકરના આત્માનો એ પ્રતાપ છે. પ્રભુ
પધાર્યા ત્યારથી મારા આત્મપ્રદેશોમાં અતીન્દ્રિય આનંદરસ છવાઈ ગયો છે.
સાતમી દેવી કહે છે કે– અહા માતા! અમને તો લાગે છે કે પંદર માસ આપીને સેવા
કરતાં–કરતાં અમને પણ અનુભૂતિનો મહાન લાભ થશે. આપના પુત્રને દેખીને
અને ગોદમાં લઈને અમે ધન્ય બનશું.
માતા કહે છે–હા દેવીઓ! જગતના જીવોને અનુભૂતિનો માર્ગ બતાવવા માટે જ મારા
પુત્રનો અવતાર છે. તમે પણ મહા ભાગ્યશાળી છો કે તીર્થંકરની સેવા કરવાનો
અવસર પ્રાપ્ત થયો છે.
આઠમી દેવી પૂછે છે– હે મા! છ–છ માસથી અહીં રાજમહેલમાં કરોડો રત્નો વરસી રહ્યા
છે, રસ્તામાં એ રત્નોનાં ઢગલા પડ્યા છે, છતાં કોઈ તેને લેતું કેમ નથી?
માતા કહે છે–દેવી! એ રત્નો તો જડ છે. મારો પુત્ર જન્મીને જગતને સમ્યગ્દર્શન જ્ઞાન
ચારિત્રનાં ચૈતન્યરત્નો આપવાનો છે. તો એ અલૌકિક ચૈતન્યરત્નો છોડીને