રત્નો ગ્રહણ કરશે.
આ પ્રમાણે આત્મહિતની ચર્ચાસહિત આનંદ–મંગલપૂર્વક દિવસો વીતી રહ્યા છે.
હવે પ્ર. વૈ વદ ૧૪ ની સવારમાં ઈન્દ્રસભામાં એકાએક મંગલચિહ્નો પ્રગટ થતાં
જન્મ વખતે ચારેકોર આનંદનો કોલાહલ ફેલાઈ રહ્યો હતો. સૌધર્મ ઈન્દ્ર અને
શચીઈન્દ્રાણી ઐરાવત ઉપર આવીને દ્વારીકાનગરીની (પ્રતિષ્ઠામંડપની) પ્રદક્ષિણા કરવા
લાગ્યા.
મંગલ વધાઈ આવે છે ને ચારેકોર હર્ષ છવાઈ જાય છે......
ને પ્રભુની સવારી મેરૂપર્વત તરફ ચાલી. ફત્તેપુર જેવા નાના ધૂળિયા ગામમાં બાલ
તીર્થંકરની આવડી મોટી સવારી–હાથી–ઘોડા–ગાડી–રથ એ બધું કેમ સમાય? ગામ નાનું
ને સવારી મોટી! પણ, ના; આજે ફત્તેપુર ન હતું, એ તો આજે સોનાનું મહાન
દ્વારકાનગર બની ગયું હતું. હજારો નગરજનોને હર્ષ પમાડતી ને આર્શ્ચયમાં ડુબાડતી એ
સવારી મેરુ પાસે આવી પહોંચી. દશ હજારથી વધુ લોકો પ્રભુનો જન્માભિષેક જોવા
આતુર બન્યા હતા. ખુલ્લા મેદાનમાં ધોમધખતા તડકા નીચે ઊભા હતા ને! એટલે
પ્રભુની મંગલછાયામાં આતાપ કેવો? જેમની છાયામાં સંસારનો આતાપ પણ મટી જાય
ને ચૈતન્યની અપૂર્વ શીતળતા મળે, ત્યાં આ સૂર્યના આતાપને કોણ ગણકારે?
જન્માભિષેકની ઉમંગભરી ભક્તિમાં સૌ મશગુલ હતા. આનંદ ઉલ્લાસ પૂર્વક
જન્માભિષેક કરી, ઈન્દ્રાણીએ સ્વર્ગનાં દેવી અભૂષણોથી બાલપ્રભુને શણગર્યા અને નામ
રાખ્યું નેમિકુમાર.