: ૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
પછી નેમિતીર્થંકરકુમારની સવારી પુન: દ્વારિકા આવી પહોંચી. માતા–પિતાનું
મહાન સન્માન કરીને ઈન્દ્રોએ તાંડવનૃત્ય વડે પોતાનો આનંદ વ્યક્ત કર્યો. અહા!
પોતાના પુત્રનો આવો અદ્ભૂત મહિમા દેખી–દેખીને શિવાદેવીમાતાનું હદય પ્રસન્નતા
અનુભવનું હતું. માતાના હદયનું વાત્સલ્ય અદ્ભૂત હતું. માતાને પુત્ર પ્રત્યે વાત્સલ્ય તો
હોય જ, તેમાં ય અ તો તીર્થંકર થનાર પુત્ર. પછી માતાના હેતમાં શું બાકી રહે! મીઠી
નજરે એ પોતાના પુત્રને અને જગતના નાથને નીહાળતી હતી. બાલ–તીર્થંકરના પ્રભાવે
ચારેકોર આનંદ–ઉલ્લાસ–ભક્તિ અને જિનમહિમાનું વાતાવરણ છવાઈ ગયું હતું.
બપોરે નેમકુંવરના પારણાઝુલનું સુંદર દ્રશ્ય થયું. ઈન્દ્રાણીઓ અને દેવીઓ પણ
બાલતીર્થંકરનું પારણું ઝુલાવતી હતી. પૂ. બેનશ્રી–બેને પણ ભક્તિપૂર્વક નેમકુંવરને
હીંચોળ્યા હતા. શિવાદેવી માતા પોતાના લાડીલા પુત્રને હેતથી પારણીએ ઝુલાવતાં
ઝુલાવતાં નીચેનું મંગલ ગીત ગાતી હતી–
(અરિહંત તારા પિતા, જિનવાણી તારી માતા–એ રાગ)
તું શુદ્ધ છો....... તું બુદ્વ.... તુ નિર્વિકલ્પ ઉદાસી.
નેમિકુંવર! ઝુલો રે ચૈતન્યપારણે.....
ચેતનરાજા! ઝુલો રે ચૈતન્યપારણે....
તું સ્વાનુભૂતિ–પ્રકાશી, ને અનંત ગુણ વિલાસી....
વીરા મારા! આપોને સમ્યગ્જ્ઞાનને...
તમે છો ચૈતન્યસાધક, નિજ મોક્ષતણા આરાધક...
ઝુલો, ઝુલો, તમે તો ચૈતન્યયપારણે..
બેટા! ઝટઝટ મોટો થાજે ને મુનિ થઈ વિચરજે,
દેજ, દેજે, તું રત્નત્રયનાં દાનને.
પ્રભુ! તારા કહેણ છે મોટા, એના જગમાં છે નહિ જોટા,
ભવ્યજીવો સ્વીકારે તારા કહેણને.
તું જૈનશાસન અજવાળી ને કેવળજ્ઞાન પ્રગટાવી,
ભવથી છૂટી, પરમપદને પામજે.
પારણીયે ઝુલતા નાનકડા પરમાત્માને દેખીને આનંદ થતો હતો... ને એમ થતું હતું કે
વાહ! ભારતની માતાઓ પણ પોતાનાં પણ બાળકોને પારણીયામાંથી જ પરમાત્મા થવાનાં
ગાણાં સંભળાવીને ધર્મના ઉચ્ચ સંસ્કાર આપે તો નેમપ્રભુનો યુગ સમજાઈ જાય.