: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૨૩ :
વિશેષમાં કાપડિયાજીએ કહ્યું કે–સમ્યગ્દર્શન જેવા અધ્યાત્મ વિષય ઉપર આપ
મહિનાઓ સુધી બોલી શકે છે; ‘સમજાય છે કાંઈ? –એમ કહેતાં કહેતાં આપ સમજાવે
છે. ત્યારે આપની વાણી સાંભળતા ને આપનું મુખ જોતાં અમને આનંદ આનંદ થાય છે.
હસતાં–હસતાં આપ બધું સમજાવે છે. આપની છબીમાં, આપની મુદ્રામાં કોઈ અજબ
ચમત્કાર છે; ને સમયસાર નિયમસાર–પ્રવચસાર–અષ્ટપાહુડ જેવા ગ્રંથો તો આપના
મગજમાં ભર્યા છે. ૩પ વર્ષમાં આપે દિગંબર જૈનસમાજમાં અજબ ચમત્કાર સજર્યો છે!
લાખો જીવોને દિગંબર જૈન બનાવીને ગજબ પ્રભાવના કરી છે. દેખો તો સહી, આ
નાનકડા ફતેપુરમાં કેટલા માણસો આવ્યા છે! ઊતર દક્ષિણ–પૂર્વ–પશ્ચિમ બધી
દિશામાંથી બડા બડા લોકો અહીં આવ્યા છે! ફતેપુરમાં તો ફતેહનાં પૂર આવ્યા છે. આ
નાના ફતેપુરમાં આપની ૮૩મી જન્મજયંતિ જે ઢંગથી ઉજવાણી તે અત્યારે સુધીની
જન્મજયંતિમાં સૌથી મહાન છે. (સોનગઢમાં ઉજવાયેલી પ૯મી જન્મજયંતિ તો કોઈ
અનેરા ઉમંગવાળી હતી!) મૈં મહારાજજીકો શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હૂં, જૈનમિત્ર
સુરતથી ૭૦ વર્ષથી નીકળે છે, તથા “જૈનમહિલાદશા” અને “દિગંબરજૈન” પણ
સુરતથી નીકળે છે; એ ત્રણે પત્રોના સમસ્ત પરિવાર તરફથી, તેમજ આપણા બધા
તરફથી હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને ભાવના છું કે તેમના દ્ધારા સદાય ધર્મકી
પ્રભાવના હોતી રહે.
કારંજા (મહારાષ્ટ્ર) ના શેઠશ્રી ઋષભદાસજી ચવરેના સુપુત્રે ગુરુદેવને શ્રદ્ધાંજલિ
આપતાં કહ્યું–આજ હમારે બડે ભાગ્યકા દિન હૈ જો ઐસે મહાપુરુષકી જન્મજયંતિ
મનાનેકાં હમેં આવસર મિલા બે વર્ષ પહેલાંં શિરપુર (અંતરીક્ષા પાર્શ્ચનાથ) માં
પંચકલ્યાણક પ્રતિષ્ઠા થઈ ત્યારે સ્વામીજીનું પ્રવચન સાંભળ્યું હતું. અમને નવી દિશા
મળી. ગુજરાતકી ભૂમિને ભારતકો નેમિનાથ તીર્થંકર દિયા; ઔર ફિર આજ ભારતકો
કાનજીસ્વામી જૈસા મહાત્મા ભી ઈસી ગુજરાત (સૌરાષ્ટ્ર) ને હી દિયા. પહેલે વિદ્ધાન
લોગ યા ભટ્ટાકર લોગ સમયસારકો હમસે છિપાતે થે, હમેં દેખને ભી નહીં દેતે; કિન્તુ
આજ સ્વામીજીને ઉસ સમયસારકો ઘરઘર પહુંચાયા, હમારે હાથમેં દિયા ઔર ઉસકી
વાણી હમારે કાનોં તક લાકર રહસ્ય હમારે હદયમેં પહુંચાયા. આપકા જિતના ભી
ઉપકાર માનેં વહ કમ હૈાં મૈં મહારાષ્ટ્રકી ઓરસે સ્વામીજીકો શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હૂં.
ગૌહત્તી આસામના ભાઈશ્રી નેમિચંદજીએ કહ્યું કે જગતમાં જન્મજયંતિ ઘણાની
મનાય છે, પરંતુ સાચી જન્મજયંતિ તો તેની મનાય છે કે જેણે આત્માની