: ૨૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
સાધના વડે જન્મમરણનો અંત કર્યો હોય. પૂ. મહારાજશ્રીએ આપણને જન્મ–મરણના
અંતનો ઉપાય બતાવ્યો છે. તે સમજીને આપણે ફરી જન્મ ન લેવો પડે એવું કરીએ તો
ગુરુદેવની સાચી જયંતિ ઉજવી કહેવાય.
ફતેપુરના ભાઈશ્રી બાબુભાઈ એ પણ જોશદાર ભાષામાં ગુરુદેવનો મહિમા
કરીને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે આજ અમારું ફતેપુર ધન્ય બન્યું. ગુજરાત ધન્ય
બન્યું, આપણે સૌ ધન્ય બન્યા! ગુરુદેવ વિદેહથી અહીં ન અવતર્યા હોય તો આપણને
સાચો માર્ગ કોણ બતાવત? મિથ્યામાર્ગમાંથી છોડાવીને ગુરુદેવે આપણને સાચે જૈનધર્મ
સમજાવ્યો છે, ભગવાનનું સ્વરૂપ ને દિગંબરમુનિઓનું સ્વરૂપ ગુરુદેવે જ આપણને
સમજાવ્યું છે. તેમનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે.
આ ઉપરાંત બીજા કેટલાય મહાનુભાવો–વિદ્ધાનો–કવિઓ શ્રદ્ધાંજલિ આપવા
આતૂર હતા, પણ પંચકલ્યાણક સંબંધી કાર્યક્રમો ચાલુ હોવાથી વિશેષ સમય મળી શક્્યો
ન હતો.
* પંચકલ્યાણક અને અધ્યાત્મચર્ચા *
ફતેપુરમાં પંચકલ્યાણક વખતે અધ્યાત્મચર્ચાઓ કેવી પ્રભાવશાળી
હતી તે બાબતમાં ‘સન્મતિસન્દેશ’ પત્ર લખે છે કે પંચકલ્યાણક કે દશ્ય
ઈતને ભવ્ય ઔર પ્રભાવશાળી હોતે થે કિ જિન્હેં દેખકર જનતા ગદગદ હો
ઉઠતી થી. ગર્ભકલ્યાણકમેં જબ દેવિયાં ભગવાનકી માતાસે પ્રશ્ન–ઉત્તર
કરતી થી વે ઈતને ગંભીર ઔર દર્શાનિક હોતે થે કિ જિસે સુનકર જનતા
નવીન પ્રેરણા પ્રાપ્ત કરતી થી. જન્મકલ્યાણકકે પૂર્વમેં ઈન્દ્રકી સભા શ્રી
આધ્યાત્મિક ચર્ચાસે ઓતપ્રોત થી–જિસે સુનકર ઐસા લગતા થા કી
ઈન્દ્રગુણ અપૂર્વ આત્માનુભૂતિકા રસાસ્વાદન લે રહે હૈ, ઉસીકા અનુભૂતરસ
ચર્ચામેં બરસ રહા હૌ રાજયાભિષેકકે બાદ રાજાઓંકી ધર્મચર્ચા અપૂર્વ
અમૃતરસકી વર્ષા કર રહી થીા તપકલ્યાણકમેં બારહ ભાવનાઓંકા ચિંતન
ઔર લૌકાંતિ દેવોંકા સંબોધન સંસારી જીવોંકો સંસાર–શરીર–ભોગોંસે
ઉદાસીનતાકા પ્રેરણાસ્ત્રોત પ્રવાહિત કર રહા થા. (આત્મધર્મના સંપાદક
દ્ધારા લખાયેલા આ બધા અધ્યાત્મ–સંવાદોનું રસાસ્વાદન આત્મધર્મ દ્ધારા
આપને થશે.)