Atmadharma magazine - Ank 344
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 55

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૨૫ :
ફત્તેપુર પછી બામણવાડથી
ભાવનગર સુધીનાં
પ્રવચનોની પ્રસાદી
સમ્યગ્દ્રષ્ટિ ક્્યાં છે?
સમ્યગ્દ્રષ્ટિ કોઈ સંયોગમાં નથી, સમ્યગ્દ્રષ્ટિ કોઈ રાગમાં નથી, સંયોગથી અને
રાગથી જુદા, પોતાના શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયમાં જ સમ્યગ્દ્રષ્ટિ છે. પોતાના શુદ્ધ દ્રવ્ય–
ગુણ–પર્યાયમાં રાગને કે સંયોગને ધર્મીજીવન સ્વીકારતા નથી. રાગનું જે જ્ઞાન છે તેમાં
ધર્મી તન્મય છે, પણ રાગમાં ધર્મી તન્મય નથી. રાગ ને જ્ઞાનની આવી ભિન્નતા વડે
ધર્મી જીવ ઓળખાય છે.
અહા, ધર્મીની અનુભૂતિમાં સમ્યગ્દર્શન સાથે અતીન્દ્રિય આનંદન તો ખરો, ને
અનંત ગુણની નિર્મળ પર્યાયનો સ્વાદ તેમાં એકસાથે સમાય છે. પણ રાગનો કોઈ કણ
તેમાં સમાય નહિ કેમકે રાગને ચેતનસ્વભાવપણું નથી. ચૈતન્યનું કોઈ પણ કિરણ
રાગરૂપ ન હોય.
શરીર તો આત્માની જાત નથી, તે તો જડ છે, આત્માથી જુંદું છે; એટલે તે તો
આત્માના ધર્મનું સાધન નથી. હવે પાપ અને પુણ્યના જે ભાવો છે તે પણ કાંઈ જ્ઞાનની
જાત નથી, તે જ્ઞાનથી વિરુદ્ધ જાત છે, તેથી તે પણ આત્માના ધર્મનું સાધન નથી. પુણ્ય–
પાપ તે તો બંને દુઃખના જ કારણ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે તે કદી દુઃખનું કારણ નથી.
જ્ઞાનનું વેદન તો સુખ અને આનંદરૂપ છે. આ રીતે જ્ઞાનને અને પુણ્ય–પાપને ભિન્નતા
છે. તેથી પુણ્ય–પાપ તે જ્ઞાનનું કાર્ય નથી. આવું ભેદ જ્ઞાન તે મોક્ષનું કારણ છે.
પુણ્ય કરીને સ્વર્ગમાં જવું તે કાંઈ વિશેષતા નથી. મનુષ્ય કરતાંય સ્વર્ગના ભવ
જીવે અસંખ્યગુણા કાર્ય છે. હવે મનુષ્ય કરતાં સ્વર્ગના ભવ અસંખ્યગણા ક્્યારે થાય?
મનુષ્યમાંથી સ્વર્ગમાં જાય તેથી કાંઈ સ્વર્ગના ભવ અસંખ્યગણા ન થાય. કેમકે સ્વર્ગ
કરતાં મનુષ્યના જીવોની સંખ્યા ધણી થોડી છે. તિર્યંચના જીવોની સંખ્યા દેવો કરતાં વધુ
છે. એટલે મનુષ્ય કરતાં તિર્યંચમાંથી સ્વર્ગમાં જનાર જીવો અસંખ્યગુણા