: ૨૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
છે. તિર્યંચ ગતિમાંથી પણ પુણ્ય કરીને અનંતવાર જીવ સ્વર્ગમાં ગયો. મનુષ્યમાંથી
અનંતવાર સ્વર્ગમાં ગયો તેના કરતાંય તિર્યંચમાંથી સ્વર્ગમાં અસંખ્યગુણા અનંતવાર
ગયો. આ રીતે અનંતવાર જીવે પુણ્ય કર્યાં ને સ્વર્ગમાં ગયો, તેમજ અનંતવાર પાપ કર્યાં
ને નરકમાં ગયો; પણ એ પુણ્ય અને પાપ બંનેથી પાર ચૈતન્યચીજ પોતે કોણ છે તેનું
ભાન પૂર્વે કદી ન કર્યું તેથી ચારગતિના ભ્રમણમાંથી છૂટકારો ન થયો.
આ આત્મા અતીન્દ્રિય આનંદની ચૈતન્યશીલા છે..... જેમ બરફની મોટી શિલા
ચારેકોર ઠંડકથી ભરી હોય, તેમ આ ચૈતન્યતરફની શિલા પરમ શાંતરસથી ભરેલી છે;
તેમાં કષાયની આકુળતાનો પ્રવેશ નથી. આવ ચૈતન્યની શાંતિનું વેદન તે અપૂર્વ ચીજ
છે. અને આવા શાંતરસને વેદનારા જ્ઞાનવડે બંધન અટકીને મુક્તિ થાય છે.
જેનાથી આત્માની શાંતિ ન મળે ને ભવદુઃખનો અંત ન આવે તેની કાંઈ કિંમત ધર્મમાં
નથી. પાપ અને પુણ્ય એ કાંઈ નવી ચીજ નથી, એ તો સંસારી જીવ અનાદિથી કરી જ રહ્યો છે.
એ બંનેથી પાર ચૈતન્યચીજ છે તેનું ભાન કરવું, તેનો અનુભવ કરવો તે અપૂર્વ ચીજ છે.
અહા, ધગધગતા તાપમાં શીતળ પાણીના સવોરમાં ડુબકી મારે અને તેને ઠંડક
અનુભવાય, તેમ આ સંસારમાં અજ્ઞાન અને કષાયના તાપમાં બળતો અજ્ઞાની જીવ,
ચૈતન્યતત્ત્વનું ભાન કરીને શાંત ચૈતન્યસરોવરમાં જ્યાં ડુબકી મારે છે ત્યાં તેને અપૂર્વ
શાંતિ અનુભવાય છે; અહા! ચૈતન્યની જે પરમ અતીન્દ્રિય શાંતિનું તેને વેદન થાય છે.
તેનો અંશ પણ સંસારના રાજપદમાં કે ઈન્દ્રપદના વૈભવમાં નથી. આવા શાંતરસના
સમુદ્રમાં ડુબકી મારીને તેમાં લીન થયેલા મુનિવરો બહારના કોઈ ઉપસર્ગથી ડગતા નથી
શાંતિને ચૂકતા નથી. જેમ સોનું અગ્નિમાં તપે છતાં સૌનું જ રહે છે, તેમ સંયોગ અને
રાગ–દ્ધેષ વચ્ચે પણ જ્ઞાનીનું જ્ઞાન તો જ્ઞાન જ રહે છે. આવા જ્ઞાનતત્ત્વની અનુભૂતિ
ધર્મીને સદાય વર્તે છે, ને તે જ મોક્ષનું સાધન છે.
આસ્રવો (પુણ્ય–પાપ) તે કાંઈ આસ્રવોને જાણતા નથી; આસ્રવોથી જુદું જ્ઞાન જ
આસ્રવોને આસ્રવરૂપે જાણે છે, જો આસ્રવને જ્ઞાનનું કાર્ય માને તો તે જીવ જ્ઞાનને અને
આસ્રવોને એક માન્યા, તે અજ્ઞાનભાવે રાગાદિ કાર્યનો કર્તા થઈને આસ્રવને કરે છે.
ધર્મી જીવ તો પોતાને રાગાદિ આસ્રવોથી તદ્ન જુદા એવા જ્ઞાનસ્વભાવરૂપે જ અનુભવે
છે, એટલે તે જ્ઞાનભાવે રાગાદિનો જરાપણ કર્તા થતો નથી, એટલે તેના જ્ઞાનમાં
આસ્રવનો ત્યાગ છે; ને સંવર–નિર્જરારૂપે જ્ઞાન વર્તે છે, તે મોક્ષનું કારણ છે.