: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૨૭ :
આવા જ્ઞાનરૂપ થયેલા ધર્મીને ચૈતન્યના આનંદની એવી ખુમારી હોય છે કે,
દુનિયા કેમ રાજી થશે ને દુનિયા મારા માટે શું બોલશે–તે જોવા રોકાતા નથી; લોકલાજ
છોડીને એ તો પોતાના ચૈતન્યની સાધનામાં મશગુલ છે. ચૈતન્યના અનુભવથી જે
ખુમારી ચડી તે કદી ઊતરે નહિ.
જેમ અંધારાને દેખનાર પોતે અંધારું નથી, અંધારાને દેખનારો અંધારાથી જુદો
છે; તેમ રાગાદિ પરભાવો અંધારા જેવા છે, તે રાગને જાણનાર પોતે રાગ નથી, રાગને
જાણનારો રાગથી જુદો છે. આમ જ્ઞાન અને રાગનું જુદાપણું જાણવું જોઈએ.
આત્માના ચૈતન્યભાવના વેદનમાં સુખ છે, રાગના વેદનમાં દુઃખ છે. માટે
દુઃખરૂપ એવા જે રાગાદિ આસ્રવો, તેનાથી જ્ઞાન જુંદુ છે, તે જ્ઞાનના વેદનમાં આસ્રવનો
અભાવ છે. આ રીતે જ્ઞાન વડે જ સુખનો અનુભવ, અને દુઃખનો અભાવ થાય છે.
બીજી કોઈ રીતે સુખની પ્રાપ્તિ ને દુઃખથી છૂટકારો ન થાય.
રાગ, પછી ભલે તે શુભ હો, તે દુઃખનું જ કારણ છે, તો તેના વડે સુખની પ્રાપ્તિ
કેમ થાય? રાગનો જેમાં અભાવ છે એવા જ્ઞાનવડે જ સુખની પ્રાપ્તિ થાય છે.
અરે જીવ! શુભરાગના સાધનથી પાર કોઈ બીજું તારા આત્મહિતનું સાધન છે–
તેનો તું વિચાર કેમ નથી કરતો? શુભરાગ તો તેં અનાદિકાળથી કર્યો; ક્ષણે અશુભ ને
ક્ષણે શુભ–એમ અનંતવાર શુભ–અશુભ કરીકરીને સ્વર્ગમાં ને નરકમાં અનંતવાર ગયો,
છતાં તારું હિત જરાય કેમ ન થયું? માટે સમજ કે તે શુભાશુભથી જાદું સાધન છે, તે
જ્ઞાનમય છે. જ્ઞાનની જાત નથી, તેમ શુભરાગ પણ જ્ઞાનની જાત નથી, જુદી જાત છે.
આવા જ્ઞાનસ્વરૂપ આત્માનો ઓળખવો, ને રાગથી ભિન્ન જ્ઞાનપણે આત્માનું વેદન
કરવું તે જ હિત છે, તે જ મોક્ષનું સાધન છે. આ સાધનને ભૂલીને બીજા ગમે તેટલા
સાધન (શુભરાગ) કરે તેનાથી જીવનું જરાય હિત ન થાય ને તેનાં જન્મ–મરણનાં
દુઃખનો અરો ન આવે.
કરણશક્તિવાળું તારું જ્ઞાન જ તારા હિતનું સાધન છે, એનાથી જુદા બીજા કોઈ
સાધનથી જરૂર નથી. અરે, તું પોતે જ્ઞાનસ્વરૂપ, અને તારું સાધન રાગ હોય? તારા
જ્ઞાનની અનુભૂતિ રાગની પ્રક્રિયાથી પાર છે, રાગનાં કારકો કે વિકલ્પરૂપ કારકો તેમાં
નથી. જેમ આકાશની વચ્ચે અધ્ધર અમૃતનો કુવો હોય તેમ તારું ચૈતન્યગગન,