: ૨૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
નિરાલંબી, તે આનંદના અમૃતથી ભરેલું છે. એકવાર એનો સ્વાદ તો ચાખ! તો રાગને
સાધન માનવાની તારી બુદ્ધિ છૂટી જશે.
અરે, રાગથી પાર ચૈતન્યની અમૃત જેવી મીઠી વાત, સંતો સંભળાવે છે,
વીતરાગની એવાણી ચૈતન્યના પરમ શાંત વીતરાગરસને બતાવનારી છે; અને ભરરોગ
મટાડવાનું તે અમોઘ છે...... પણ રાગમાં લીન થયેલા કાયરજીવોને તે પ્રતિકૂળ લાગે છે.
તો પરમ હિતકર, પણ રાગની રુચિવાળાને તે વીતરાગવાણી ગમતી નથી.
બાપુ! તારા હિતની આ વીતરાગી ઔષધિ છે. વૈધ કાંઈ એમ બંધાયેલ નથી કે
દરદીને મીઠી દવા આપે! મીઠી દવા આપે કે કડવી, પણ રોગ મટાડે એવી દવા આપે તે
વૈદનું કામ છે. તેમ વીતરાગી સંતો રાગની મીઠાસ છોડાવીને વીતરાગી ઔષધ વડે
ભવરોગ મટાડે છે.
અજ્ઞાની ઉપદેશકો મીઠી મીઠી વાત કરીને રાગની પ્રશંસા કરે, શુભરાગ કરે ત્યાં
ઘણું કર્યું એમ બતાવે, ત્યાં અજ્ઞાનીને મીઠાસ લાગી જાય છે કે આ સારી વાત કરે છે.
પણ બાપુ! એ રાગની મીઠાસ તારો ભવરોગ નહિ મટાડે; એ તો તારું અહિત કરનારી
વાત છે. ને સંતો શુભરાગનોય નિષેધ કરીને, રાગ વગરનો વીતરાગી મોક્ષમાર્ગ બતાવે
છે, ને ચૈતન્યના આશ્રય સિવાય બીજા બધાનો આશ્રય છોડાવે છે. ત્યાં કાયર જીવોને તે
વાત કડક ને કડવી લાગે છે, પણ બાપુ! એ વાત તારું પરમ હિત કરનારી છે, તારો
ભવ રોગ મટાડવા માટે એ જ સાચી દવા છે; વીતરાગનાં પરમશાંત રસ ભરેલા વચનો
જ આવો નિરપેક્ષ મોક્ષમાર્ગ બતાવી શકે. આવો માર્ગ કાયર જીવો એટલે રાગની
રુચિવાળા જીવો સાધી શકતા નથી; એ વીતરાગ માર્ગને સાધવો તે તો વીરનું કામ છે.
‘હરિનો મારગ છે શૂરાનો..... નહીં કાયરનું કામ’
શિષ્ય કહે છે કે મેં સાવધાન થઈને એટલે રાગથી જુદા પાડીને જ્ઞાનસ્વભાવની
સન્મુખ થઈને, મારા જ્ઞાનસ્વરૂપ પરમેશ્વર, આત્માને સ્વસંવેદન પ્રત્યક્ષથી અનુભવ્યો;
મારા ગુરુએ કૃપા કરીને મને આવી સાવધાનીનો જ ઉપદેશ દીધો હતો. જેવો ઉપર દેશ
દીધો હતો તેવો મારા અનુભવમાં આવ્યો. આમ ગુરુ અને શિષ્ય બંનેની અપૂર્વ સંધિ
છે. ગુરુએ ઉપદેશમાં શું કહ્યું? કે શિષ્યે જેવું અનુભવ્યું તેવું ગુરુએ કહ્યું હતું; શિષ્યે શું
અનુભવ્યું? કે ગુરુએ ઉપદેશમાં જેવો શુદ્ધ આત્મા કહ્યો હતો તેવો જ શિષ્ય અનુભવ્યો.
ઉપદેશ દેનારા ગુરુ કેવા હોય તે પણ આમાં આવી ગયું.