: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૨૯ :
જુઓ, અહીં (ઈંદોરના) કાચના જિનમંદિરમાં લખ્યું છે કે–
ચક્રવર્તીકી સંપદા ઈન્દ્રસરીખા ભોગ
કાગવીઠ સમ ગિતને હૈં સમ્યગ્દ્રષ્ટિ લોગ.
અરે, ચૈતન્યના વૈભવ પાસે આ બહારના વૈભવની શી ગણતરી? સમ્યગ્દ્રષ્ટિ તો
એને કાગડાની વિષ્ટા સમાન ગણે છે, –તેમાં સ્વપ્નેય સુખ માનતા નથી. તો તે રાગથી
જે ભાવથી મળી એવા શુભરાગને તે ભલો કેમ માને? શુભરાગને હોય કહેતાં અજ્ઞાની
લોકો ભડકે છે–પણ બાપુ! રાગથી પાર તારી મહાન ચૈતન્યસંપદા કેવી અદ્ભૂત
અલૌકિક છે એને એકવાર તું લક્ષમાં તો લે! એને લક્ષમાં લેતાં ચૈતન્ય સંપદાના મહાન
આનંદ પાસે રાગ તને વિષ્ઠા જેવો હોય લાગશે. રાગને હેય કહીને સંતો તને તારી
વીતરાગી ચૈતન્યસંપદા બતાવે છે.
જે ધર્મી થયો તે એમ જાણે છે કે, પહેલાંં તો મારા સ્વરૂપને ભૂલીને હું મોહથી
ઉન્મત હતો, સ્વ–પરનું મને કાંઈ ભાન હતું; હવે ગુરુઉપદેશ વડે સાવ થાન થઈને,
મોહરહિત થઈને મેં સ્વસંવેદન પ્રત્યક્ષ વડે મારા જ્ઞાનસ્વરૂપ આત્માને અનુભવ્યો છે,
મહાન જ્ઞાનપ્રકાશ મને ખીલ્યો છે, તેથી માર પરમેશ્વર આત્માને મેં મારામાં જ દેખી
લીધો છે.
વિરક્તગુરુ, એટલે રાગથી ભિન્ન આત્માને અનુભવનારા જ્ઞાની સંતે આવો શુદ્ધ
આત્મા મસજાવ્યો; અને શિષ્યે પણ વિરકત થઈને, એટલે રાગથી છૂટો પડીને પોતાના
જ્ઞાનસ્વરૂપ આત્માને અનુભવમાં લીધો. ત્યાં તેને ભાન થયું કે અહા! આવો પરમેશ્વર
હું છું–તે મને શ્રીગુરુએ બતાવ્યું. પોતાના અનુભવમાં આવ્યું ત્યારે ખરી ખબર પડી કે
અહા, આવું આનંદમય ગંભીર ચૈતન્યતત્ત્વ મારા ગુરુ માને વારંવાર કહેતા હતા.
આવો આત્મા અનુભવમાં લેવો હોય તો અંદર કેટલી ધગશજોઈએ! જેમ કુતરાને
કાનમાં કીડા પડ્યા હોય ને તેને ક્્યાંય ચેન પડે, તેમ આત્માની ધગશવાળા જીવને
આત્માની અનુભૂતિ સિાય બીજા કોઈ પરભાવરૂપી કીડામાં ક્્યાંય ચેન પડે નહિ......
પોતાના એક ચૈતન્યની જ તેને ધૂન લાગે. શ્રીગુરુએ જ્યાં શુદ્ધ આત્મા બતાવીને કહ્યું કે
આવો પરમેશ્વર તું પાછો છો...... તેને તું અનુભવમાં લે, આવી વાત કાને પડતાં જ (અંદર
ઘા લાગી ગયો.... ને નિરંતર તેની અનુભવ માટેની ધૂન લાગી. પછી)