Atmadharma magazine - Ank 344
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 39 of 55

background image
: ૩૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
દુનિયા મારે માટે શું માનશે ને શું કહેશે–એ જોવા તે રોકતો નથી. દુનિયા દુનિયાના ઘરે
રહી, આ તો દુનિયાને એકકોર મૂકીને પોતે પોતાનું આત્મહિત કરવાની વાત છે. જેને
આત્માની ધૂન જાગે તેને દુનિયાનો રસ છૂટી જાય ને ચૈતન્યના રસનો સ્વાદ લેવામાં
તેનો ઉપયોગ વળે. અહા, સંસારના બીજા બધા રસોથી જુદો અત્યંત મધુર ચૈતન્યરસ
ધર્મી જીવ પોતામાં અનુભવે છે. પહેલાંં નયનની આળસે મેં હરિને નહોતો દેખ્યો, હવે
ભ્રમ દૂર થયો ને ચૈતન્યચક્ષુ ખુલ્યા ત્યાં ભગવાન ચૈતન્યમુમુક્ષુને મેં મારા જ દેખ્યો
અહા, મારું ચૈતન્યતત્ત્વ, રાગથી પાર શાંતિથી છલોછલ ભરેલું તે મારા અંતરમાં મને
પ્રાપ્ત થયું. જગત પણ આવા પરમ શાંતરસના સમુદ્રને દેખો.... તેમાં નિમગ્ન થાઓ.
વિહારના સમાચાર
(ફતેપુરથી સોનગઢ)

ફત્તેપુર–ઉત્સવના કેટલાક સમાચાર આપે ગતાંકમાં વાંચ્યા; બાકીના સમાચાર
આપે આ અંકમા વાંચ્યા, ફત્તેપુર પછી ગુજરાત છોડીને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને
મહારાષ્ટ્રમાં થઈને પુન: સૌરાષ્ટ્ર અને સોગનઢમાં જેઠ સુદ ત્રીજે પૂ. ગુરુદેવ પધાર્યા છે.
અહીં ફત્તેપુરથી સોનગઢ સુધીનો અહેવાલ ટૂંકમાં આપીએ છીએ.
વૈશાખ સુદ પાંચમેં ફત્તેપુરથી પ્રસ્થાન કરી, રામપુરમાં જિનબિંબની વેદી પ્રતિષ્ઠા
કરી, પછી બામણવાડામાં પણ બીજે દિવસે જિનબિંબની વેદીપ્રતિષ્ઠા કરી. આમ માત્ર
ચાર દિવસમાં ત્રણ ગામમાં જિનબિંબપ્રતિષ્ઠા કરી. પછી વૈશાખ સુદ સાતમે
બામણવાડની ઉદેપુર આવતાં ગુજરાત રાજયની હદ છોડીને રાજસ્થાનમાં પ્રવેશ કર્યો.
ઉદેપુરમાં ચાર દિવસ રહ્યા. વૈશાખ સુદ આઠમના રોજ જિનમંદિર સામેના
સ્વાધ્યાયમંદિરનું ઉદ્ઘાટન ગૌહત્તીના ભાઈશ્રી નેમિચંદજી શેઠના સુહસ્તે થયું; નોમના
રોજ અજમેરના કલાપૂર્ણ રથસહિત ભવ્ય રથયાત્રા નીકળી હતી. પ્રચવનમાં સ. ગાથા
૭૨ વંચાણી હતી. બાળકોએ મહારાણી ચેલાણનું ધાર્મિકભાવનાભરપૂર નાટક કર્યું હતુ.
અનેક જિનમંદિરમાં દર્શન કર્યાં.