: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૩૧ :
વૈશાખ સુદ ૧૧ કુરાવડ આવ્યા. વચ્ચે સાકરોદા ગામે જિનમંદિરમાં દર્શન કર્યાં.
સાકરોદામાં ઘણા મુમુક્ષુઓ રહે છે. બ્ર. ઝમકલાલજી કુરાવડના છે. અહીં નવા સ્વાધ્યાય
મંદિરનું ઉદ્ઘાટના થયું તેમજ વીતરાગવિજ્ઞાન પાઠશાળાનું પણ ઉદ્ઘાટન થયું.
મુમુક્ષુઓનો ઉત્સાહ સારો હતો. બે જિનમંદિરોમાં દર્શન કર્યુ. બે દિવસ ફુરાવડ રહીને
મંદસૌર આવ્યા.
મંદસૌરમાં ચાર દિવસ રહ્યા. મુમુક્ષુઓમાં ઉલ્લાસ સારો હતો નવા તેમજ જુના
મંદિરમાં દર્શન કર્યાં. અહીં પણ નવા સ્વાધ્યાયમંદિરનું ઉદ્ઘાટના થયું. પ્રથમ શહેરથી બે
માઈલ દૂર સરકીટ હાઉસના એકાંત વાતાવરણમાં ઊતયાૃ હતા, પછી શહેરમાં સ્કૂલમાં
ઊતર્યા હતા. ઘણા જિજ્ઞાસુઓએ લાભ લીધો હતો.
મંદસોરથી પ્રતાપગઢ આવ્યા. પૂગુરુદેવ પ્રતાપગઢ (રાજસ્થાન) પધારવાના
પ્રસંગે ત્યાંના પં. શ્રી રામચંદ્રજીનો પ્રસન્નતા વ્યક્ત કરતો એમ પત્ર આવેલ, તેમા લખે
છે કે–“આપકો પ્રતાપગઢ પધારના હો રહા હૈ–યહ જાનકર હાર્દિક પ્રસન્નતા હુઈ ઔર
પ્રતાપગઢમેં આપકે ઠહરનેકા સ્થાન શ્રી ભટ્ટારક યશકીર્તિ દિ જૈન બોર્ડિગમેં રખા ગયા
હત યહ જાનકર વિશેષ પ્રસન્નતા હુઈ. જબ મૈં સીમંઘર ભગવાનકી પ્રતિષ્ઠાકરાને સં.
૧૯૯૭ મેં સોનગઢ આયા થા તભી વહાંકા ઈસ સંસ્થામેં શ્રી ૧૦૦૮ સીમંઘર
ભગવાનકા જિનાલય બનવાયા હૈ, ઈસી મંદિરકે સામને માનસ્તંભ બનવાયા ગયા હૈ–
જિસકી શિલાન્યાસવિધિ શ્રીમાન શેઠ એન. સી. જવેરીકે કરકમલ દ્ધારા હુઈ થી.”
પ્રતાપગઢ લગભગ ૬૦ હજાર વસ્તીનું શહેર છે. પ્રાચીન શૈલીના ત્રણચાર મોટા
મોટા વિશાળ જિનાલયો છે તે ઉપરાંત જૈનબોર્ડિંગના મંદિરમાં લગભગ પાંચ ફૂટની
સીમંઘર ભગવાનની પ્રતિમા બિરાજે છે. તેમ જ તેની બાજુની વેદીમાં સીમંઘર સ્વામીની
એક નાનકડી ખડ્ગાસન પ્રતિમા પણ બિરાજે છે. પ્રતાપગઢ પહેલી જ વાર ગયેલા,
ત્યાંના જિનાલયોના દર્શનથી અને સીમંઘર પ્રભુના દર્શનથી આનંદ થયો. પ્રતાપગઢની
જિજ્ઞાસુ જનતાએ પણ ચાર દિવસ આનંદની લાભ લીધો. પ્રતાપગઢથી ત્રણ માઈલ દૂર
ગામડામાં એક પ્રાચીન જિનાલયમાં બિરાજમાન વિશાળ જિનબિંબના દર્શનથી પણ
આનંદ થયો.
પ્રતાપગઢથી ગુરુદેવ બડનગર પધારતાં ઉલ્લાસભર્યું ભવ્ય સ્વાગત થયું. અહીંનુ
એક વિશાળ ગગનચૂંબી જિનમંદિર બહુ જશોભી રહ્યું છે; બીજા પણ બે