Atmadharma magazine - Ank 344
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 55

background image
: ૩૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
જિનમંદિરો છે. માત્ર એક દિવસના કાર્યક્રમમાં જૈનસમાજે ઘણા ઉલ્લાસથી ભાગ લીધો. દરેક
કાર્યક્રમમાં અહીંનો યુવાનવર્ગ જે ઉત્સાહથી રસ લેતો હતો તે દેખીને આનંદ થતો હતો કે
વાહ! આજના સીનેમાયુગમાં પણ જૈનધર્મના રસિક આવા યુગનો જાગ્યા છે તે જૈનસમાજને
માટે મહાન ગૌરવની વાત છે..... ને તે અધ્યાત્મરસના પ્રેમી યુવાનો ધન્યવાદને પાત્ર છે. રાત્રે
શેઠશ્રી દેવકુમારજીની અધ્યક્ષતામાં અભિનંદર સમારોહ હતો તેમાં પૂ. ગુરુદેવ ઉપરાંત પૂ.
બેનશ્રીબેન– (ચંપાબેન અને શાંતાબેન) તે પણ અભિનંદર પત્ર આપવામાં આવ્યા હતા.
બડનગરથી પ્રસ્થાન કરીને ઈન્દોર પધાર્યા. ઈન્દૌરમાં પંદર હજાર જેટલો જૈનો અને
પચીસ ઉપરાંત જિનંમદિરો છે. વિશાળ જિનાલયોના દર્શનથી આનંદ થાય છે. તેમાં પણ શ્રી
હુકમીચંદજી શેઠે બંધાવેલ કાચની કારીગરીવાળું ભવ્ય જિનમંદિર દેખીને તો આર્શ્ચય થાય
તેવું છે. આજે તો કરોડો રૂા. ખર્ચતાં પણ થવું મુશ્કેલ પડે એવું સુંદર જિનમંદિર છે, રોજ
હજારો પ્રવાસીઓ દર્શન કરવા આવે છે. ભારતની એક આર્શ્ચયકારી વસ્તુમાં આ મંદિરનો
સમાવેશ થાય તેવું છે, કેમકે કરતાંય આ મંદિરની સુંદર કારીગરી ચડી જાય તેવી છે..... અને
તેમાં બિરાજમાન વીતરાગ ભગવંતોની શોભાની તો શી વાત! ઈન્દોરનો જૈનસમાન પણ
મહાન છે. આવી નગરીને શોભે એવું ભ્વય સ્વાગત થયું. બંને વખતના પ્રવચનોમાં
ચારપાંચ હજાર માણસો લાભ લેતા હતા. ગુરુદેવનો ઉતારો શેઠશ્રી રાજકુમારસિંહજીને ત્યાં
ઈન્દ્રભગવનમાં હતો. ઈન્દોરનો ચાર દિવસનો કાર્યક્રમ આનંદથી પૂરો કરીને દ્ધિ. વૈ વદ
તેરસની સવારે ગુરુદેવ હવાઈજહાજ દ્ધારા મુંબઈ થઈને બીજે દિવસે ભાવનગર પધાર્યા.
મુંબઈમાં હજારો (જિજ્ઞાસુઓએ દર્શનનો તથા મંગલ પ્રવચના શ્રવણનો લાભ લીધો હતો.
ભાવનગરમાં પણ ચાર દિવસ સુધી સં. ગ. ૩૮ ઉપરનાં પ્રવચનોનો ઘણા જિજ્ઞાસુઓએ
લાભ લીધો. આ પ્રમાણે માહ વદ ૧૩ થી શરૂ કરીને જેઠ સુદ બીજ સુધી અનેક ગામોમાં
જિનમંદિરમં જિનદેવની પ્રતિષ્ઠા, અનેક સ્વાધ્યાયમંદિરના ઉદ્ઘાટન તથા વીતરાગદેવના
માર્ગનો સન્દેશ સંભળાવીને ગુરુદેવ જેઠ સુદ ત્રીજે પુન: સોનગઢ પધાર્યા.
સોનગઢમાં ગુરુદેવ સુખ–શાંતિમાં બિરાજી રહ્યા છે; સવારનાં પ્રવચનમાં
નિયમસાર અને બપોરના પ્રવચનમાં સમયસાર વંચાય છે. પૂજન–ભક્તિ–ચર્ચા વગેરે
કાર્યક્રમો આનંદપૂર્વક ચાલી રહ્યા છે. મુમુક્ષુઓ જાગૃતીપૂર્વક પોતાના જ્ઞાનસ્વાધ્યાયમાં
રત બન્યા છે. અધ્યાત્મવાતાવરણથી સુવર્ણધર્મ ફરી ગુંજી રહ્યું છે.
શ્રાવણ માસમાં સોનગઢમાં પ્રૌઢ શિક્ષણવર્ગ ચાલશે તેની તારીખો આવતા
અંકમાં આપીશુ. – જય જિનેન્દ્ર