: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૩૩ :
* મૃત્યુ એટલે
આરાધનાનો મહોત્સવ *
(સમાધિમરણ પ્રસંગે આરાધકની શૂરવીરતા)
‘મૃત્યુ’ નું નામ સાંભળતાં જ લોકો ડરી જાય છે. પરંતુ મૃત્યુ
એ ખરેખર કોઈ ભયજનક વસ્તુ નથી; ચૈતન્યના સાધક જીવને મૃત્યુ
પ્રસંગે એ તો આરાધનાની શૂરવીરતાનો અને સમાધિના મહોત્સવનો
પ્રસંગ છે. આવ પ્રસંગે ધર્માત્માના પરિણામમાં આરાધનાનો કેવો
ઉત્સાહ હોય છે તેનું આ વર્ણન છે. આ કાવ્યનો પહેલો ભાગ
આત્મધમૃ અંક ૩૪૨ અ માં આપેલ છે. બાકીનો ભાગ અહીં આપ્યો
છે. તેમાં, આત્મસાધનામાં શૂરવીર મુનિવરોનાં દ્રષ્ટાંત આપીને
મુમુક્ષુને આરાધનાનો ઉલ્લાસ જગાડે છે.
(૩૧) ધન્ય ધન્ય સુકુમાલ મહામુનિ, કૈસી ધીરજ ધારી,
એક સ્યાલિની જુગ બચ્ચા–જુત, પાંચ ભાખ્યો દુઃખકારી;
યહ ઉપસર્ગ રહ્યો ઘર થિરતા, આરાધન ચિત ધારી.
તૌ તુમરે જિય કૌન દુઃખ હૈ, મૃત્યુ–મહોત્સવ ભારી.
અહા, ધન્ય છે તે સુકુમાર મહામુનિ;–તેમણે કેવી અદ્ભૂત ધીરજ રાખી! બે બચ્ચાં
સહિત એક શિયાળીએ તેમનો પગ ખાધો. આવા દુઃખકર મહા ઉપસર્ગને પણસ્થિરતાપૂર્વક
સહન કરીને તેમણે અખંડ આરાધનાને ચિત્તમાં ધારણ કરી. તો અરેજીવ! તને તો શું દુઃખ
છે? તું મૃત્યુને મોટો ઉત્સાહ સમજીને તારું ચિત્ત આરાધનામાં જોડ.
(૩૨) ધન્ય ધન્ય સુકૌશલ સ્વામી, વ્યાઘ્રીને તન ખાયો,
તૌ ભી શ્રીમુનિ નેક ડિગે નહિં, આતમસોં હિત લાયો.
યહ ઉપસર્ગ સહ્યો ધર થિરતા, આરાધન ચિત્ત ધારી.
તૌ તુમરે જિય કૌન દુઃખ હૈ, મૃત્ય–મહોત્સવ ભારી.
ધન્ય છે તે સુકોલશ–મુનિરાજ! જેની માતા મરીને વાઘણ થયેલી તે વાઘણે
તેમનું શરીર ખાધું, તોપણ તે મુનિરાજ જરાય ડગ્યા નહિ ને આત્માનું હિત સાધ્યું.