: ૩૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
(૩૩) દેખો ગજમુનિકે સિર ઉપર, વિપ્ર અગ્નિ બહુ મારી,
સીસ જલૈ જિમ લડકી તિનકો, તો હૂં નાહિં ચિગારી.
યહ ઉપસર્ગ સહ્યો ધર થિરતા, આરાધના ચિત્ત ધારી,
તો તુમરે જિય કૌન દુઃખ હૈ મૃત્યુ–મહોત્સવ ભરી.
જુઓ, આ ગજકુમાર મુનિના મસ્તક ઉપર બ્રાહ્મણે મોટો અગ્નિ સળગાવ્યો.
તેમનું માથું લાકડાની જેમ સળગવા લાગ્યું, તોપણ તેમણે ઊંકારોય ન ક્્યો; આવો
ઉપસર્ગ સ્થિરતાપૂર્વક તેમણે સહન કર્યો.
(૩૪) સનતકુમાર મુનિકે તનમેં, કુષ્ટવેદના વ્યાપી,
છિન્ન–ભિન્ન તન તાસોં હૂવો, તબ ચિન્ત્યો ગુન આપી.
યહ ઉપસર્ગ સહ્યો ઘર થિરતા, આરાધના ચિત્ત ધારી,
તૌ તુમરે જિય કૌન દુઃખ હૈ, મૃત્યુ–મહોત્સવ ભારી.
સનતકુમાર મુનિના શરીરમાં તીવ્ર કોઢ વગેરે રોગ થયા, અને તેના વડે શરીર
છિન્ન–ભિન્ન થઈ ગયું. પણ ત્યારે તેમણે શું કર્યું તેમણે તો આત્માના ગુણોનું ચિંતન કર્યું,
અને સ્થિરતાપૂર્વક એ ઉપસર્ગ સહન કરીને ચિત્તમાં આરાધનાને ધારણ કરી. તો અરે
જીવ! તને શું દુઃખછે? મૃત્યુને મહોત્સવ સમજીને તું ચિત્તમાં આરાધનાને ધારણ કર.
(૩પ) શ્રેણિકન્સુત ગંગા મેં ડૂબ્યો, તબ ‘જિન’ નામ ઉતારો,
ધર સંલેખના પરિગ્રહ છોડયૌ, શુદ્ધભાવ ઉર ધારો.
યહ ઉપસર્ગ સહ્યો ઘર થિરતા, આરાધના ચિત્ત ધારી,
તૌ તુમરે જિય કૌન દુઃખ હૈ, મૃત્યુ મહોત્સવ ભારી.
શ્રેણિકપુત્ર જ્યારે ગંગામાં ડૂબ્યો ત્યારે તેણે જિનેદેવનું ચિંતન કર્યુંફ સંબોધન
ધારણ કરીને પરિગ્રહ છોડ્યો ને અંતરમાં શુદ્ધભાવ પ્રગટ કર્યો. એ રીતે સ્થિરતા પૂર્વક
ઉપસર્ગ સહન કરીને ચિત્તમાં આરાધના ધારણ કરી. તો હે જીવ! તને શું દુઃખ છે?
(૩૬) સમંતભદ્ર મુનિવરકે તનમેં, ક્ષુધા–વેદના આઈ,
તા દુઃખમેં મુનિનેક ડિગિયો, ચિંત્યો નિજ ગુજ ભાઈ.
યહ ઉપસર્ગ સહ્યો ધર થિરતા, આરાધના ચિત્ત ધારી.
તૌ તુમરે જિય કૌન દુઃખ હૈ, મૃત્યુ –મહોત્સવ ભારી.