: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૩૫ :
સમન્તભુદ્રમુનિરાજના શરીરમાં ભસ્મક રોગથી ક્ષુધાવેદના થઈ, છતાં એવા દુઃખમાં
પણ તે મુનિરાજ જરાય ન ડગ્યા, તેમણે તો નિજગુણનું ચિંતન કર્યું. હે ભાઈ! આવો
ઉપસર્ગ પણ સ્થિરતાપૂર્વક સહન કરીને તેમણે ચિત્તમાં આરાધના ધારણ કરી; તો તારું દુઃખ
શું હિસાબમાં છે? મૃત્યુનુ મહોત્સવ સમજીને તું પણ તારું ચિત્ત આરાધનામાં જોડ.
(૩૭) લલિતઘટાદિક તીસ–દોય મુનિ, કોસામ્બી તટ જાનો,
નદીમેં મુનિ બહાર મૂવે, સો દુખ ઉન નહિં માનો.
યહ ઉપસર્ગ સહ્યો ઘર થિરતા, આરાધના ચિત્ત ધારી,
તૌ તુમરે જિય કૌન દુઃખ હૈ, મૃત્યુ–મહોત્સવ ભારી.
લલિતઘટ વગેરે ૩૦ મુનિવરો કૌશામ્બી નગરીમાં નદીકિનાર ધ્યાનમાં હતા ત્યાં
પાણીના પ્રવાહમાં તણાઈને મરણ પામ્યા, છતાં તેઓએ દુઃખ ન માન્યું. સ્થિરતા પૂર્વક
તે ઉપસર્ગ સહન કરીને ચિત્તમાં આરાધના ધારણ કરી; તો હે જીવ! આ મૃત્યુના
મહોત્સવમાં તને શું દુઃખ છે?
(૩૮) ધર્મઘોષ મુનિ ચમ્પાનગરી બાહ્ય ધ્યાન ઘર ઠાઢો,
એક માસકી કર મર્યાદા, તૃષા–દુઃખ સહ ગાઢો.
યહ ઉપસર્ગ સહ્યો ધર થિરતા, આરાધના ચિત્ત ધારી,
તૌ તુમરે જિય કૌન દુઃખ હૈ, મૃત્યુ મહોત્સવ ભારી.
ધર્મઘોષમુનિએ ચંપાનગરીના ઉધાનમાં એક માસના અનશનપૂર્વક દ્રઢ ધ્યાન
ધારણ કર્યું ને ઘોર તૃષાદુઃખ સુહન કર્યું.; આવો ઉપસર્ગ સ્થિરતાપૂર્વક સહન કરીને તેઓ
આરાધનામાં અડગ રહ્યા; તો હે જીવ! તને શું દુઃખ છે! મૃત્યુ–મહોત્સવ ટાણે તું
આરાધનામાં દ્રઢ રહે.
(૩૯) શ્રીદત્ત મુનિકો પૂર્વે જન્મકા, વૈરી દેવ સુ આકે,
વિક્રિય કર દૂર શીત–તનો જો, સહ્યો સાધુ મન લાકે.
યહ ઉપસર્ગ સહ્યો ધર થિરતા, આરાધના ચિત્ત ધારી,
તૌ તુમરે જિય કૌન દુઃખ હૈ, મૃત્યુ–મહોત્સવ ભારી.
પૂર્વજન્મના વેરી દેવે વિક્રિયા વડે શ્રીદત્તુમુનિને શીતનો ઉપસર્ગ કર્યો; પણ
મુનિઓ સ્થિરતા ધારણ કરીને તે ઉપસર્ગ સહ્યો ને આરાધનાથી નડગ્યા; તો હે જીવ!
તને તો શું દુઃખ છે? મૃત્યુને તો મહોત્સવ તું આરાધના કર.