: ૩૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
(૪૦) વૃષભસેન મુનિ ઉષ્ણ શિલા પર, ધ્યાન ધરો મન લાઈ,
સૂર્ય ધામ અરુ ઉષ્ણ પવનકી, વેદન સહિ અધિકાઈ.
યહ ઉપસર્ગ સહ્યો ધર થિરતા, આરાધના ચિત ધારી,
તૌ તુમરે જિય કૌન દુઃખ હૈ, મૃત્યુ–મહોત્સવ ભારી.
વૃષભસેન મુનિએ શાંત મનથી ધગધગતી શિલા પર ધ્યાન ધર્યું. સૂર્યનો ધામ અને
ગરમ પવનની ઘણી વેદના સહન કરી; આવો ઉપસર્ગ તેમણે સહન કર્યો પણ આરાધનાથી
ન ડગ્યા. તો હે જીવ! તને શું દુઃખ છે? મૃત્યુને મહોત્સવ સમજીને તું સમભાવ રાખજે.
(૪૧) અભયઘોષ મુનિ કાકન્દીપુર, મહાદેવના પાઈ,
વૈરી ખંડને સબ તન છેધો, દુઃખ દીનો અધિકાઈ.
યહ ઉપસર્ગ સહ્યો ધર થિરતા, આરાધના ચિત્ત ધારી,
તૌ તુમરે જિય કૌન દુઃખ હૈ, મૃત્યુ–મહોત્સવ ભારી.
કાકન્દીપુરીમાં અભયઘોષ મુનિ મહાદેવના પામ્યા; ચંડ વેરીએ તેમનું આપ્યું
શરીર છેદીને ઘણું દુઃખ દીધું, છતાં તેમણે સ્થિરચિત્તે તે ઉપસર્ગ સહન કરીને
આરાધનામાં ચિત્ત જોડયું; તો હે જીવ! તને શું દુઃખ છે? મૃત્યુને મહોત્સવ સમજીને તું
આનંદથી ધર્મની આરાધના કર.
(૪૨) વિધુચ્ચરને બહુ દુઃખ પાયો, તૌ ભી ધીર ન ત્યાગી,
શુભ ભાવનસો પ્રાન તજે નિજ, ધન્ય ઔર બડભાગી.
યહ ઉપસર્ગ સહ્યો ધર થિરતા, આરાધના ચિત્ત ધારી,
તૌ તુમરે જિયે કૌન દુઃખ હૈ, મૃત્યુ મહોત્સવ ભારી.
વિધુત્ચર મુનિએ ઘણું દુઃખ પામવા છતાં ધૈર્ય ન છોડ્યું પોતાની ઉત્તમ
ભાવનાથી પ્રાણ છોડયા; તેઓ ધન્ય છે! તેઓ મહાભાગ્યવાન છે! તેમણે સ્થિરતા પૂર્વક
આવો ઉપસર્ગ સહ્યો, તો અરે જીવ! તને તે કયું દુઃખ છે? મૃત્યૃ–મહોત્સવના અવસરમાં
તું આરાધનામાં તત્પર થા.
(૪૩) પુત્ર–ચિલાતી નામા મુનિકો, વૈરીને તનઘાતા,
મોટે–મોટે કીટ પડે તન, તાપર નિજ–ગુન રાતા;
યહ ઉપસર્ગ સહ્યો ધર થિરતા, આરાધના ચિત્ત ધારી,
તૌ તુમરે જિય કૌન દુઃખ હૈ, મૃત્યુ–મહોત્સવ ભારી.