: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૩૭ :
ચિલાતીપુત્ર નામના મુનિનું શરીર વેરીએ ઘાત્યું, તેમાં મોટા મોટા કોડા પડ્યા,
છતાં મુનિ તો નિજગુણમાં જ રાચી રહ્યા. આવો ઉપસર્ગ તેમણે સ્થિરચિત્તે સહન કર્યો,
તો અરે જીવ! તને શું દુઃખ છે? મૃત્યુ–મહોત્સવ ટાણે તું પણ ઉત્સાહથી ચિત્તને
આરાધનામાંજોડ.
(૪૪) દંડક નામા મુનિકો દેહી, બાણન કર અરિ ભેદી,
તા પર નેક ડિગે નહિં વે મુનિ, કર્મ–મહારિપુ છેદી.
યહ ઉપસર્ગ સહ્યો ધર થિરતા, આરાધન ચિત્ત ધારી,
તૌ તુમરે જિય કૌન દુઃખ હૈ, મૃત્યુ મહોત્સવ ભારી.
દંડકનામના મુનિનો દેહ દુશ્મને બાણો જડે ભેદ નાંખ્યો, તોપણ મુનિ રંચમાત્ર ન
ડગ્યા, ને તેમણે કર્મમહારરિપુને છેદી નાંખ્યો. સ્થિરચિત્તે તેમણે આવો ઉપસર્ગ સહ્યો ને
આરાધનામાં દ્રઢ રહ્યા; તો હે જીવ! તને શું દુઃખ છે? તું પણ મૃત્યુ મહોત્સવમાં
ઉત્સાહથી આરાધના કર.
(૪પ) અભિનન્દન મુનિ આદિ પાંચસૌ, ઘાની પેલિ જુ મારે,
તૈ ભી શ્રીમુનિ સમતા ધારી, પૂરવ કર્મ વિચારે.
યહ ઉપસર્ગ સહ્યો ધર થિરતા, આરાધના ચિત્ત ધારી,
તૌ તુમરેીજય કૌન દુઃખ હૈ, મૃત્યુ–મહોત્સવ ભારી.
અભિનંદન વગેરે પાંચસોમુનિઓને ઘાણીમાં પીલી નાંખ્યા, તોપણ તે મુનિઓએ
પૂર્વકર્મનું ફળ સમજીને સમતા ધારણ કરી. આવો ઉપસર્ગ સ્થિરતાપૂર્વક સહ્યો ને
આરાધનામાં અડોલ રહ્યા. તો હે જીવ! તને શું દુઃખ છે? મૃત્યુ તોમહોત્સવ છે એમ
સમજી તું આરાધનામાં ચિત્ત જોડ.
(૪૬) ચાણક મુનિ ગૌધરકે માંહી, મૂંદ અગિનિ પરજાલ્યો,
શ્રીગુરુ ઉર સમ–ભાવ ધારકે, અપનો રૂપ સમ્હલ્યો.
યહ ઉપસર્ગ સહ્યો ધર થિરતા, આરાધના ચિત્ત ધારી,
તૌ તુમરે જિય કૌન દુઃખ હૈ, મૃત્યુ–મહોત્સવ ભારી.
ગૌશાળામાં સ્થિત ચાણકય થઈને કોઈ દુષ્ટે અગ્નિમાં બાળી નાંખ્યા, પણ
શ્રીગુરુએ તો અંતરમાં સમભાવ ધારણ કરીને પોતાનું સ્વરૂપ સંભાળ્યું; ચિત્તમાં
આરાધના ધારણ કરીને સ્થિરચિત્તે તે ઉપસર્ગ સહ્યો; તો હે જીવ! તને શું દુઃખ છે?
મૃત્યુ–મહોત્સવ ટાણે તારું ચિત્ત આરાધનામાં જોડ.