: ૩૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
(૪૭) સાત શતક મુનિવર દુઃખ પાયો, હથિનાપુરમેં જાનો,
બલિ બ્રાહ્નણકૃત ઘોર ઉપદ્રવ, સો મુનિવર નહિં માનો.
યહ ઉપસર્ગ સહ્યો ધર થિરતા, આરાધના ચિત્ત ધારી,
તો તુમરે જિય કૌન દુઃખ હૈ, મૃત્યુ–મહોત્સવ ભારી.
બલિ–મંત્રી વડે ઘોર ઉપદ્રવથી હસ્તિનાપુરમાં ૭૦૦ મુનિઓ દુઃખ પામ્યા પણ
મુનિવરો તે મનમાં ન લાવ્યા; તેમણે તો સ્થિરચિત્તથી ઉપસર્ગ સહન કરીને
આરાધનામાં ચિત્ત જોડયું. તો હે જીવ! તને શું દુઃખ છે? મૃત્યને મહોત્સવ સમજીને તારું
ચિત્ત આરાધનામાં જોડ.
(૪૮) લોહમયી આભૂષણ ગઢકે, તાતે કર પહરાયે.
પાંચો પાંડવ મુનિકે તનમેં, તો ભી નાહિ ચિગાયે.
યહ ઉપસર્ગ સહ્યો ધર થિરતા આરાધના ચિત ધારી,
તો તુમરે જિયે કૌન દુઃખ હૈ, મૃત્યુ મહોત્સવ ભારી.
શત્રુંજય પર પાંચપાંડવમુનિરાજના શરીરમાં ધગધગતા આભૂષણ પહેરાવીને
ઉપદ્રવ્ય કર્યો છતાં તેમણે ચિત્કાર પણ ન કર્યો, તેઓ ધ્યાનથી ડગ્યા નહીં; આવો
ઉપસર્ગ શાંતિચિત્તે કરી તેઓ આરાધનામાં સ્થિર રહ્યા; તો હે જીવ! તને શું દુઃખ છે?
મૃત્યુને મહોત્સવ સમજીને તું આરાધનામાં ઉત્સાહિત થા.
(૪૯) ઔર અનેક ભયે ઈસ જગમેં સમતા–રસકે સ્વાદી;
વેહી હમકો હોં સુખદાતા, હરિહ ટેવી પ્રમાદી.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચરન–તપ યે આરાધન ચારોં,
યે હી મોકોું સુખકે દાતા, ઈન્હેં સદા ઉર ધારોં.
બીજા પણ અનેક મુનિ ભગવંતો જગતમાં થયા, તેઓ સમતારસના સ્વાદી હતા, ને
આરાધનામાં શૂરવીર હતા; અહો! તેમનું સ્મરણ આપણને આરાધનાનો ઉત્સાહ જગાડીને સુખ
આપે છે ને પ્રમાદની ટેવ છોડાવે છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ને તપ એ ચાર આરાધના જ
મને સુખની દાતા છે, અને તેને હું સદાય મારા અંતરમાં ભક્તિથી ધારણ કરું છું.
(પ૦) યોં સમાધિ ઉર માંહિ લાવો, આપનો હિત જો ચાહો,
તહિ મમતા અરૂ આઠોં મદકો, જ્યોતિ –સરૂપી ધ્યાવો.
જો કોઈ નિત કરત પ્રયાનો, ગ્રામાન્તરકે કાજ,
સો ભી સગુન વિચાર નીકે, શુભકે કારન સાજ. :