: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૩૯ :
એ રીતે, હે ભવ્ય જીવો! જો તમે હિત ચાહતા હો તો અંતરમાં સમતા ભાવ પ્રગટ
કરો, મમતા તથા આઠમદ છોડીને જ્યોતિસ્વરૂપ આત્માને ધ્યાવો. લોકમાં પણ જે કોઈ જીવ
પરગામ જવા માટે પ્રયાણ કરે છે તે હંમેશાં શુભકાર્યને માટે શુભ–શકુન વિચારીને નીકળે છે.
(પ૧) માતા–પિતાદિક સર્વ કુંટુંબ મિલિ, નીકે સગુન બનાવૈં,
હલદી ધનિયા પુંગી અક્ષત દૂધ દહીં ફલ લાવૈં,
એક ગ્રામ જાવનકે કારન, કરેં શુભાશુભ સારે,
જબ પર ગતિકો કરત પયાનો, તબ નહિ સાચો પ્યારે.
તેનાં માતા–પિતા વગેરે બધાં કુંટુંબીજનો મળીને, ઉત્તમ શુકન–અર્થે હળવદ–
ધાણા–અક્ષત–દૂધ–દહીં–ફળ વગેરે લાવીને ઉત્તમ શુકન કરે છે. આ રીતે એક ગામથી
બીજે ગામ જવામાં પણ શુભાશુભનો વિચાર કરે છે, તો હે વહાલા મુમુક્ષુ! જ્યારે
પરભવમાં પ્રયાણ કરવાનો અવસર છે ત્યારે શું તમે તેનો વિચાર નહીં કરો?
(પ૨) સર્વ કુંટુંબ જબ રોવન લાગૈ, તોહિ રુલાવેં સારે,
યે અપસગુન કરેં સુન તોકોં, તૂયોં કયોં ન વિચારે.
અબ પર ગતિકો ચાલન બિરિયાં, ધર્મધ્યાન ઉર આનો,
ચારોં આરાધન આરાધો, મોહ–તેનો દુઃખ હાનો.
હે જીવ! સાંભળ! તારા મરણ ટાણે બધા કુટુંબીજનો રોવા લાગે છે, ને તને પણ
રોવડાવીને, પરલોક–ગમન ટાણે તને અપશકન કરે છે. એનો વિચાર તું કેમ નથી
કરતો? માટે પરગતિમાં જવાના ટાણે તમેં અંતરમાં ધર્મધ્યાનને ધારણ કરો, આનંદથી
ચારો આરાધનાને આરાધો, અને મોહનો દુઃખને નષ્ટ કરો.
(પ૩) હોય નિઃશલ્ય તજો સબ દુવિધા, આતમ–રામ સુ ધ્યાવો,
અબ પર–ગતિકો કરહુ પયાનો; પરમ તત્ત્વ ઉર લાવો.
મોહ–જાલકો કાટો પ્યારે, અપનો રૂપ વિચારો,
મૃત્યુ–મિત્ર ઉપકારી તેરો, યોં ઉર નિશ્ચય ધારો.
નિઃશલ્ય થઈને બધા દુર્વિકલ્પોને છોડી દો, ને આતમરામને ઉત્તમપ્રકારે ધ્યાવો.
હવે ઉત્તમ–ગતિ તરફ પ્રયાણ કરો અને પરમ–તત્ત્વમાં ઉપયોગને લગાવો. વહાલા
મુમુક્ષુ! હવે મોહજાળને કટ કરો ને પોતાનું સ્વરૂપ ચિંતવો. મૃત્યુ એ કોઈ ભય વસ્તુ
નથી, પણ મૃત્યુ તો તારો ઉપકારી મિત્ર છે–એમ અંતરમાં નિશ્ચય કરીને, નિર્ભયપણે
અખંડ આરાધનાને ઉત્સાહથી આરાધો.