: ૪૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
(પ૪) ‘મૃત્યુ–મહોત્સવ પાઠ’ કો પઢેં–સુને બુધિવાન,
સરધા ધર નિત સુખ લહે, ‘સૂરચન્દ’ શિવ–સ્થાન.
પંચ ઉભય નવ એક શુભ, સંવત સો સુખદાય,
અશ્ચિન શ્યામા સપ્તમી, કહ્યો પાઠ મન લાય.
શ્રી સૂરચંદજી કવિ કહે છે કે જે–બુદ્ધિમાન જીવો આ મૃત્યુ–મહોત્સવ પાઠ વાંચશે.
સાંભળશે ને શ્રદ્ધા કરશે તે હંમેશાં સુખી થશે અને સ્વર્ગમોક્ષને પામશે. સં. ૧૯પપ ના
ભાદરવા વદ સાતમના શુભદિને આ સમાધિ–મહોત્સવ કાવ્યની રચના કરી..... તે
ભવ્યજીવોને આરાધનાનો ઉલ્લાસ આપો.
(‘મૃત્યુ મહોત્સવ’ અથવા સમાધિમરણની ભાવનાનું આ આંખુ કાવ્ય
અર્થસહિત, તથા તેના ભાવને લગતું મુનિવરોનું સુંદર ભાવવાહી રંગીન ચિત્ર, અને
બીજા કેટલાક વૈરાગ્યપ્રેરક સુંદર લેખોનું સંકલન ‘મૃત્યુ–મહોત્સવ’ નામના પુસ્તકમાં
છપાયેલા છે. વૈરાગ્યની દ્રઢતા માટે, આરાધના ઉલ્લાસ માટે તેમ જ સમાધિમરણની
ભાવના માટે આ પુસ્તક દરેક જિજ્ઞાસુને ઉપયોગી છે. કિંમત એક રૂપિયો. પોસ્ટેજ ફી.
–બ્ર. હરિલાલ જૈન, સોનગઢ)
થાક ઊતરે ને શીતળતા થા
પરમ શીતલ હૈ ચૈતન્યદેવ! તને નમું છું.
ગૂફાવાસી અંત, કદી ગુફાની બહાર નીકળતા ન હોય,
ચૈતન્યતત્ત્વ સિવાય બીજા કોઈ સાથે જગતમાં સંબંધ જરાય ન હોય,
એ સંતોનું જીવન કેવું સુખી શીતળ હોય! એવું જ જીવન જીવતાં
આવડે ત્યારે જ જીવ સમ્યક્ત્વ પામે.
પરભાવ; –ગમે તેવો ઊંચી જાતનો હોય–તોપણ તેમાં એકલો
થાક છે. પાછળથી થાક લાગે છે–એમ નહિ, પણ તે વખતે જ તે થાક
છે, તે પરભાવ જીવને કદી તૃપ્તિ કે સંતોષ આપી શકે નહિ. માટે
પરભાવ સિવાયનું બીજું કાંઈક તારા સ્વતત્ત્વમાં છે તેને હે જીવ! તું
શોધ.... અનુભવ.
નિસ્તૃહપણે આત્મહિત સાધે તે જ ધન્ય છે.