Atmadharma magazine - Ank 344
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 50 of 55

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૪૧ :
શ્રુતનું રહસ્ય પ્રગટ
કરીને શ્રુતપંચમી ઉજવો

શ્રુતપંચમીના પ્રવચનમાં સંતોના મહિમાપૂર્વક ગુરુદેવે કહ્યું કે આત્મામાંથી
સમ્યગ્જ્ઞાન પ્રગટ કરવું તે સાચી શ્રુતપંચમી છે.
મુનિઓએ જે ઉપદેશ આપ્યો છે તેમાં ખરેખર તો પોતાને અનુભૂતિમાં જે શુદ્ધ
આત્મા આનંદમય પ્રસિદ્ધ થયો છે તેનો જ પોકાર છે કે આવો આનંદમય શુદ્ધ આત્મા
અમારા અનુભવમાં આવ્યો છે. પોતાને જે અત્યંત પ્રિય ચીજ છે તે જગતને પણ બતાવીને
કહે છેકે તમે પણ આવા આત્માને જ પ્રિય કરો..... ભાવશ્રુતવડે તેના આનંદનું વેદન કરો.
સમ્યગ્દ્રષ્ટિ ખરો મોક્ષાર્થી થયોછે, કેમકે મોક્ષનો જે મહા આનંદ તેના સ્વાદનો
નમૂનો તેણે ચાખી લીધો છે; અહો, અતીન્દ્રિય આનંદસ્વરૂપ મારો આત્મા! એમ
આનંદના સમુદ્રનું ભાન થતાં, તે પૂર્ણાનંદને અભિલાષી થયો, એટલે મોક્ષાર્થી થયો.
તે મોક્ષાર્થી જીવ પોતાના જ્ઞાનને અત્યંત ઉદાર કરીને એટલે કે રાગાદિ સમસ્ત
પરભાવોથી જુદું કરીને એમ અનુભવે છે કે એક શુદ્ધ પરમ ચૈતન્યભાવ જહું છું, ને
એનાથી ભિન્ન કોઈ પરભાવો હું નથી. ભાવશ્રુતને અંતર્મુખ કરીને આવું અનુભવજ્ઞાન
પ્રગટ્યું તે ખરી શ્રુતપંચમી છે...... શ્રુતનો સાર તેના અનુભવજ્ઞાનમાં આવી ગયો.
આગ્રામાં તત્ત્વજ્ઞાનનો મહાન પ્રચાર
હમણાં આગ્રામાં ૨૦ દિવસ તત્ત્વજ્ઞાનની મહાન શિબિરનું આયોજન થયું, તેમાં
૨૨ કેન્દ્રોમાં બાળકોની પાઠશાળા ચાલતી હતી, ને હજાર ઉપરાંત બાળકો તેમાં ધર્મ
શિક્ષણનો લાભ લેતા હતા. ધાર્મિક શિક્ષણ ને પ્રવચનના કાર્યક્રમો સવારથી રાત સુધી
હતા. તે ઉપરાંત વિદ્ધાનોના ભાષણોમાં પણ હજારો તત્ત્વપ્રેમી લાભ લેતા હતા. જયપુરના
શેઠશ્રી પૂરણચંદજી ગોદિકાની અધ્યક્ષતામાં શિબિરનું ઉદ્ઘાટન સાગરના શેઠ શ્રી
ભગવાનદાસજીએ કર્યું હતું. આ શિક્ષણશિબિરથી આગ્રા શહેરમાં સારી જાગૃતી આવી હતી.
“શ્વેતાંબર જૈન” સાપ્તાહિક પત્રમાં પણ ‘આગરામેં વીતરાગવિજ્ઞાનકી ધૂમ એવા હેડીંગ
સાથે સમાચારો પ્રગટ થાય હતા. આગરાના પદમચંદજી જૈન વગેરેને શિક્ષણ શિબિર માટે
સારી જાગૃતી આવી છે, ને ઠેરઠેર જૈન પાઠશાળાઓ ચાલુ કરવાનું