: ૪૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
નક્કી થયું છે. આપણને પ્રયત્ન કરીએ કે ભગવાન મહાવીરના અઢીહજારમા નિર્વાકલ્યાણક
મહોત્સવમાં સુધીમાં ભારતમાં અઢીહજાર નવી પાઠશાળાઓ ખુલ્લી જાય અને વીરનાં
સંતાનો વીરમાર્ગને જાણીને, વીરપ્રભુના અમૂલ્ય વીતરાગનિધાનને પ્રાપ્ત કરે.
સર્વજ્ઞની સ્તુતિ એટલે ભેદજ્ઞાન
સર્વજ્ઞની સ્તુતિ એટલે સ્વભાવની આરાધના; પોતાના જ્ઞાનસ્વભાવની જેટલી
આરાધના કરી તેટલી સર્વજ્ઞભગવાનની સ્તુતિ થઈ.
જડ દ્રવ્યેન્દ્રિય, પરજ્ઞેય તરફ ઝુકનારી ભાવેન્દ્રિય, અને બાહ્ય પદાર્થો–તેમોં એકત્વ
બુદ્ધિ કરીને અટકનાર જીવ પોતાના એક અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવને આરાધી શકતો નથી.
ઈંન્દ્રિયાદિથી ભિન્ન જ્ઞાનસ્વભાવને તે શ્રદ્ધા–જ્ઞાનમાં લઈ શકતો નથી, તે તો રાગના જ
સેવનમાં રોકાયેલો કહે છે, એટલે વીતરાગ સર્વજ્ઞની ખરી સ્તુતિ તેને થતી નથી.
‘ભગવાન જ્ઞાનસ્વભાવ’ તે આત્મા છે; આવા અતીન્દ્રિય, પ્રત્યક્ષ પ્રકાશમાન
ભગવાન જ્ઞાનસ્વભાવી આત્માને સ્વસંવેદનથી જ્યારે અનુભવમાં લીધો ત્યારે જડ–
ઈન્દ્રિયો ભાવેન્દ્રિયો ને બાહ્ય વિષયો તે બધાયને પોતથી જુદા જાણીને જીતી લીધા
એટલે જિતેન્દ્રયપણું થયું. આ સર્વજ્ઞદેવની પરમાર્થ સ્તુતિ છે.
સર્વજ્ઞની નિશ્ચયસ્તુતિ સર્વજ્ઞની સામે જોવાથી થતી નથી, પણ આત્માની સામે
જોવાથી સર્વજ્ઞની નિશ્ચયસ્તુતિ થાય છે. અહો! જૈનસિદ્ધાંતની ખૂબી આચાર્યદેવ આ
ગાથામાં ભરી દીધી છે.
સર્વજ્ઞની ખરી સ્તુતિ સ્વાશ્રયે થાય છે, પરાશ્રયે થતી નથી. વીતરાગની સ્તુતિ
વીતરાગતાના અંશ વડે થાય, રાગ વડે ન થાય. સ્વ–ચૈતન્યતત્ત્વનો આશ્રય ચૂકીને
બહારમાં સર્વજ્ઞ તરફના એકલા પરાશ્રયમાં જે અટક્યો છે તે ખરેખર ઈદ્રિય–વિષયમાં
જ અટક્યોછે, અતીન્દ્રિય–પરમસૂક્ષ્મ એવા સર્વજ્ઞસ્વભાવનો સ્વીકાર તેને થયો નથી
એટલે સર્વજ્ઞની સાચી સ્તુતિ તેને આવડતી નથી.
દેહથી ભિન્ન અંતરમાં પરમ સૂક્ષ્મ જે ચૈતન્યસ્વભાવ, તેની પૂર્ણ દશા તે કેવળજ્ઞાન;
એવા કેવળજ્ઞાનીની સ્તુતિ દેહ સાથે એકતા રાખીને થઈ શકે નહિ. અંતરમાં પોતામાં
અતીન્દ્રિય સ્વભાવના અનુભવ વડે જ સર્વજ્ઞની થાય છે. આવી સ્તુતિ તે મોક્ષ કારણ છે.
(સમયસાર ગાથા ૩૧ ના પ્રવચનમાંથી)