: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૪૩ :
વૈરાગ્ય સમાચાર–
શેઠશ્રી નરભેરામ હંસરાજ કામાણી (અમરેલીવાળા) દ્વિ. વૈશાખ સુદ તેરસ તા.
૨પ–પ–૭૨ ના રોજ જમશેદપુર મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. પૂ. ગુરુદેવપ્રત્યે તેમને
ઘણો પ્રેમ હતો. ત્રણેક વર્ષ પહેલાંં તેમના યુવાન પુત્ર ધર્મચંદભાઈના સ્વર્ગવાસ
પછી તેઓ ઉદાસ રહેતા. થોડા મહિના પહેલાંં સોનગઢ આવેલ ત્યારે ગુરુદેવના
દર્શનથી આંખમાં આસું આવી ગયા હતા. અમરેલીના દિ. જૈનમંદિરનું શિલાન્યાસ
તેમણે કર્યું હતું ને તે પ્રસંગે મોટી રકમ જિનમંદિર માટે આપીને ઉત્સાહ બતાવ્યો
હતો. અમરેલી જિનમંદિરનો પ્રતિષ્ઠા ઉત્સહ ગત ફાગણ માસમાં થઈ ગયો.
સ્વર્ગસ્થના ધર્મપત્ની શ્રી હેમકુંવર સૂજ્ઞ છે અને તત્ત્વજ્ઞાન માટે સારો પ્રેમ ધરાવે છે.
વૈરાગ્ય પ્રસંગોમાં તેઓ જે ધૈર્ય રાખી રહ્યા છે તે પ્રશંસનીય છે.
આફ્રિકામાં નાઈરોબી મુમુક્ષુ મંડળના આગેવાન ભાઈશ્રી ફૂલચંદ કરમશી શાહ (ઉ.
વર્ષ ૭૯) તા. ૩૦–પ–૭૨ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. અગાઉ તેઓ મુમુક્ષુ
મંડળના પ્રમુખ હતા, અને દરેક કાર્યમાં ઉત્સાહથી ભાગ લેતા હતા. જામનગરના દિ.
જિનમંદિર માટે મોટી રકમ લખાવીને તેમણે પહેલ કરી હતી; અને ત્યાંના
પંચકલ્યાણક વખતે માતા–પિતા પણ તેઓ થયા હતા.
ગોંડલના ભાઈશ્રી કાન્તિલાલ વૃજલાલ બેનાણી ઉ. વ. પ૮ તા. ૧૩–૪–૭૨ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે.
ગઢડાના શ્રી જસુબેન જાદવજી ડેલીવાળા (ઉ. વ. ૯પ) તા. ૨૨–૪–૭૨ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે. અગાઉ તેઓ સોનગઢ રહેતા ને ગઢડાના જિનમંદિરનો ઉત્સવ
જોવાની તેમને ઘણી ભાવના હતી.
વીછીંયાના ભાઈશ્રી જીવરાજ જેચંદ વોરા (ઉ. વ. ૮૭) તા. ૧–પ–૭૨ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે. વીંછીયા દિ. જૈનસંઘના તેઓ એક ઉત્સાહી કાર્યકર હતા.
રાણપુર (મધ્યપ્રદેશ) ના વસંતીબેન ફાગણ વદ પાંચમના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
મૂળીના ભાઈશ્રી ભીખાલાલ મોહનલાલ (ઉ. વ. ૬પ) તા. ૩૧–પ–૭૨ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે.
ચલાલાના શ્રી સમજુબેન ત્રિભુવનદાસ (ઉ. વ. ૭૦) તા. ૧૦–પ–૭૨ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે. અનેક વર્ષો સોનગઢ રહીને તેમણે સંત્સંગનો લાભ લીધો.