: ૪૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
હતો. અને સોનગઢ આવવાની ભાવન હતી.
ભાઈશ્રી માણેકલાલ છોટાલાલ તૂરખીઆ (એડનવાળા) પ્ર. વૈશાખ વદ ૧૩ ના
રોજ વીલે પારલે (મુંબઈ) મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. થોડા દિવસ પહેલાંં જ
સંપાદક ઉપરના પત્રમાં તેઓ લખે છે કે પરમ કૃપાળુ ગુરુદેવ સાથેના પ્રવાસનો
અણમોલ લહાવો આપ તો લઈ રહ્યા છો અને તે પ્રસંગો આત્મધર્મમાં વાંચીને
અમને પણ તેનો લહાવો મળતો રહે છે.
રાજકોટના વતની ભાઈશ્રી નવનીતલાલ ભગવાનજી સંઘવી (ઉ વ ૪૯) દ્ધારકામાં
બેંક ઓફ બરોડાની બ્રાંચના મેનેજર હતા તેઓ હદયરોગની બિમારીથી સ્વર્ગવાસ
પામ્યા છે.
વિંછીઆનિવાસી મણીબહેન હરીચંદ બોટાદરા (ઉ. વર્ષ. પપ) તા. ૧–૬–૭૨ ના
રોજ ઘાટકોપર મુકામે સ્વર્ગવાસ પામ્યા છે.
ગોંડલના ભાઈશ્રી કેવળચંદ કાનજીભાઈના પારેખ (ઉ. વ. ૮પ) તા. ૨૧–૪–૭૨
ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. નિવૃત્તિપૂર્વક તેઓ અનેક વર્ષ સોનગઢમાં રહ્યા હતા.
વીતરાગી દેવ–ગુરુ–ધર્મના શરણે સ્વર્ગસ્થ આત્માઓ પોતાનું આત્મહિત સાધો
અને જિજ્ઞાસુ જીવો પણ આવા ક્ષણભંગુર સંસારથી પરમ વિરકત થઈ અમર
આત્મસ્વરૂપની અપાર શાંતિને શીઘ્ર સાધો.... આ મહાન કાર્યમાં વિલંબ કરવા જેવું નથી.
(પ્રવાસમાં હોવાને કારણે કેટલાક સમાચારો પ્રગટ થવામાં વિલંબ થયો છે.)
વૈરાગ્ય સન્દેશ
સંસારની પરિસ્થિતિ જ એવી છે કે પ્રિયમાં પ્રિય માનેલી
વસ્તુ પણ, પૂછયાગાછયા વગર આત્માને છોડીને ચાલી જાય છે.
એટલે ખરેખર તો વિચારવંત જીવે એનાથી પણ વધુ પ્રિય એવી
કોઈ વસ્તુ અંતરમાં, શોધવી જોઈએ–કે જે કદી પોતાને છોડે
નહિ. અહા, એવી આત્મવસ્તુ આપણા જૈનમાર્ગમાં તીર્થંકર
પ્રભુએ બતાવી છે. જન્મ–મરણના દુઃખો વચ્ચે આત્મવસ્તુ જ
શાંતિ દેનાર છે. આવી આત્મવસ્તુને મુમુક્ષુઓ લક્ષગત કરો.