Atmadharma magazine - Ank 345
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 45

background image
: અષાઢ: ૨૪૯૮ આત્મધર્મ :૧૫:
આવવા યોગ્ય વિષય છે. તે બીજાને કહી શકાતો નથી જો નહિ કહીએ તો મુક્તિની પ્રાપ્તિ પણ
થશે નહિ. આ અબળાઓનું નાહક અકલ્યાણ થવું ન જોઈએ, તેને કોઈ ઉપાયથી સમજાવવું
જોઈએ.
ખરેખર! સમ્રાટ અત્યંત વિવેકી હતા, તેઓ દરેકના અંતરંગને સારી રીતે જાણતા હતા,
તેથી તેઓ પ્રગટરૂપે કહેવા લાગ્યા: દેવી! શુદ્ધાત્મયોગ ભગવાનથી પણ વિશેષ છે, એ હમણાં
કહેવું યોગ્ય નથી. એ વાતની યર્થાથતા તમે આગળ જતાં બરાબર સમજશો. હાલ તો
શ્રીપંચપરમેષ્ઠીઓની ઉપાસના કરો. ભગવાન અથવા પંચપરમેષ્ઠી આત્માથી પણ અધિક છે.
પરંતુ આત્માથી જુદા સ્થાપીને તેની પૂજા કરવામાં આવે તો તે ઉત્કૃષ્ટ નથી. ભગવાન પોતાના
આત્મામાં છે, એમ સમજીને ઉપાસના કરવી એ ઉત્કૃષ્ટ ધર્મ છે. દેવી! ભગવાનને બહાર સ્થાપીને
ઉપાસના કરશો તો તેથી પુણ્યબંધ થશે, તેથી સ્વર્ગાદિક સુખની પ્રાપ્તિ થશે. જો ભગવાનને
પોતાના આત્મામાં સ્થાપીને ઉપાસના કરશો તો સર્વકર્મોનો નાશ થઈ મોક્ષસુખની પ્રાપ્તિ થશે.
કાંસામાં, પિત્તળમાં, સોનામાં, ચાંદીમાં અને પત્થરમાં ભગવાનની કલ્પના કરી ઉપાસના
કરવી તે વ્યવહારભક્તિ છે. ભેદભક્તિ છે. બીજા શબ્દોમાં તેને કૃત્રિમ ભક્તિ પણ કહી શકાય છે.
પોતાના નિર્મળ આત્મામાં ભગવાનને સ્થાપીને જો ઉપાસના કરવામાં આવે તો તે અભેદભક્તિ
છે, નિશ્ચયભક્તિ છે, અથવા તેને જ પરમાર્થ ભક્તિ કહી શકાય છે. દેવી! તમને હવે આ જણાઈ
ગયું હશે કે વ્યવહારમાર્ગને જ ભેદમાર્ગ કહે છે. નિશ્ચયમાર્ગને અભેદમાર્ગ કહે છે.
અભેદમાર્ગ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તે કર્મરૂપી સર્પને માટે ગરુડ સમાન છે, તેથી અમે
તમને કહ્યું પણ હતું કે સમ્પૂર્ણ દુર્ભાવોને દૂર કરી શુભભાવ કરો, અને તે શુભભાવથી પણ પાર
અભેદમાર્ગની પ્રાપ્તિ કરો કે જેથી તમને મોક્ષસુખની પ્રાપ્તિ થાય.
તે જ્યોતિર્માલા દેવી પ્રાર્થના કરવા લાગી કે સ્વામી! આ આપનું કહેવું તદ્ન સાચું છે. તે
પવિત્ર માર્ગ ગ્રહણ કરવો આપને માટે સરલ છે, પરંતુ આ અમારી સ્ત્રીપર્યાય છે. અમારો વેષ
અને આકાર પણ સ્ત્રીત્વથી યુક્ત છે. આપે એ કહ્યું હતું કે તે આત્મા પુરુષાકાર છે, તો એવી
અવસ્થામાં અમને સ્ત્રીઓને તે પુરુષાકારી આત્માનું ધ્યાન કેવી રીતે થઈ શકે? આ જરા
સમજાવવાની કૃપા કરો.
દેવી! સાંભળો, આત્માની ભાવના કરતી વખતે તેને સ્ત્રીના રૂપમાં ધ્યાન કરવાની જરૂર
નથી અને તે વખતે પોતાને સ્ત્રી સમજવાની જરૂર નથી. જે પ્રકારના ભાવથી તેની