અનેક પ્રકારનાં ભયાનક દુઃખો, તેનાથી છૂટવા તું કેવા ફાંફા મારી રહ્યો છે? અને છતાં
હજી સુધી તારું દુઃખ મટયું નથી.–તો શું કરવું? વીતરાગી સન્તો તને એક એવી સરસ
મજાની ઔષધિ બતાવે છે કે જેના સેવનથી સહજમાત્રમાં તારા બધાય દુઃખો અલોપ
થઈ જશે.–કઈ છે તે ઔષધિ?–સાંભળ!
દુઃખ રહેતું નથી. આ રીતે પરમ સુખ દેનાર શુદ્ધચિદ્રૂપનું સ્મરણ તે જ ભવદુઃખને
મટાડવાનું અમોઘ ઔષધ છે. જ્યાં એનું સ્મરણ કર્યુ.....કે બધાય દુઃખ અલોપ!
મળ્યું. સર્વજ્ઞ ભગવાનની વાણીરૂપી શ્રતુસમુદ્રનું મથન કરી–કરીને, કોઈપણ પ્રકારે
વિધિથી મેં, પૂર્વે કદી નહીં પ્રાપ્ત કરેલું અને પરમપ્રિય એવું શુદ્ધ ચૈતન્યરત્ન પ્રાપ્ત કરી
લીધું છે. ચૈતન્યરત્નની પ્રાપ્તિથી મારી મતિ સ્વચ્છ થઈ ગઈ છે; તેથી મારા ચૈતન્ય
સિવાય અન્ય કોઈ દ્રવ્ય મને મારું ભાસતું નથી. આ ચૈતન્યરત્નને જાણી લીધા પછી
હવે જગતમાં મારા ચૈતન્યરત્નથી ઊંચો બીજો એવો પદાર્થ નથી કે જે મારે માટે જ્ઞેય
હોય–દ્રશ્ય હોય કે ગમ્ય હોય. જગતમાં ચૈતન્યની અન્ય બીજું કોઈ કાર્ય નથી, બીજું
કોઈ વાચ્ય નથી, બીજું કોઈ ધ્યેય નથી, બીજું કાંઈ શ્રવણયોગ્ય નથી, બીજું કાંઈ
પ્રાપ્ત કરવા જેવું નથી. બીજું કોઈ શ્રેય નથી, બીજું કોઈ આદેય નથી.