Atmadharma magazine - Ank 346
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 53

background image
: ૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
અનુભૂતિમાં શાંતરસનો દરિયો ઉલ્લસ્યો છે
(અષાડ વદ સાતમ)
આત્માની અનુભૂતિ થતાં શાંતરસનો મહા સમુદ્ર પોતે પોતામાં સાક્ષાત્
અનુભવ્યો અહા! શાંતિનો આવો મોટો દરિયો હું છું.....જ્ઞાનની ગંભીરતાથી ભરેલ
ચૈતન્યચમત્કારી મારી વસ્તુ, તેની સન્મુખ થયેલું જ્ઞાન અતીન્દ્રિય થઈને પ્રત્યક્ષ થયું
છે.....તે. અતીન્દ્રિય જ્ઞાન અતીન્દ્રિય શાંતિ સહિત પ્રગટ્યું છે...... જેમ મોટા તરંગથી
દરિયો ઊલ્લસે તેમ ધર્મીના અનુભવમાં શાંતિનો મોટો દરિયો ઉલ્લસ્યો છે....જ્ઞાનનો
દરિયો ભગવાન આત્મા શાંતરસમાં લીન થઈને પોતાની પરિણતિમાં ઉલ્લસી રહ્યો છે.–
આવી દશા થઈ ત્યારે આત્માનો જાણ્યો કહેવાય. અને આવા આત્માને જાણ્યા વગરનું
બધું નિષ્ફળ છે–તેમાં ચૈતન્યની શાંતિનું વેદન નથી.
અહા, આવડો મોટો જ્ઞાનસમુદ્ર! અંદર પ્રગટ વિદ્યમાન છે; પણ પર્યાયમાં રાગ
અને વિકલ્પ સાથે એકતાબુદ્ધિરૂપ ચાદર આડી આવી જવાથી જીવને તે જ્ઞાનસમુદ્ર
દેખાતો ન હતો. હવે શ્રીગુરુના ઉપદેશ–અનુસાર આત્મસ્વભાવની સન્મુખ થઈને તેનો
સ્વીકાર કરતાં તે અજ્ઞાનરૂપી ચાદર દૂર થઈ ગઈ, ને પર્યાયમાં શાંતરસથી ઉલ્લસી
રહેલો મારો જ્ઞાનસમુદ્ર મેં સાક્ષાત્ દેખ્યો.....જેમ સમુદ્ર રત્નોથી ભરેલો હોવાથી રત્નાકાર
કહેવાય છે. તેમ જ્ઞાનસમુદ્ર એવો મારો ભગવાન આત્મા ચૈતન્યરત્નાકાર શાંતિ–વગેરે
અનંત ગુણોનો સમુદ્ર છે, તે અનંત ગુણની નિર્મળતાથી ઉલ્લસતો અનંત–અપાર સ્વરૂપ
સંપદાવાળો મારો આત્મા મારી સ્વાનુભૂતિમાં આવ્યો છે, ને હે જગતના જીવો! તમે
પણ આ આત્માને પ્રત્યક્ષ અનુભવરૂપ કરો.
–આવા આત્માના અનુભવજ્ઞાન વગર બીજા કોઈ સંયોગ વડે કે બહારનાં
જાણપણા વડે કંઈપણ અધિકતા લાગે, તો તે જીવ અજ્ઞાનની ભ્રમણામાં રોકાઈ
ગયો છે. અરે! જ્ઞાનનો મહા સમુદ્ર, તેની પાસે બહારનાં જાણપણાની શી કિંમત છે!
અહા, ચૈતન્યની મહત્તા બતાવવા દરિયાની ઉપમા આપી......ને તેને ‘ભગવાન’
કહ્યો. ખરેખર દરિયો તો મર્યાદિત છે–સ્વયંભૂરમણ સમુદ્ર પણ મર્યાદિત (અસંખ્ય
યોજનનો) છે, જ્યારે આ ભગવાન જ્ઞાનસમુદ્ર તો અનંત અમર્યાદિત સામર્થ્યવાળો
છે. દરિયાની ઉપમા–