Atmadharma magazine - Ank 346
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 53

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૭ :
જે ધર્મી થાય તેને આવી અનુભૂતિ થાયછે. આવા આત્માની અનુભૂતિ વગર
ધર્મીપણું થાય નહિ. અહીં તો ધર્મી થયેલો જીવ કહે છે કે મેં મારા આત્માને અનુભવથી
પ્રત્યક્ષ જાણ્યો છે, અતીન્દ્રિયઆનંદના વેદન સહિત સીધસીધા જ્ઞાનથી મેં મારા આત્માને
જાણ્યો છે; જાણવામાં આનંદ વગેરે અનંતગુણનું કાર્ય પણ ભેગું જ છે. તેમાં મનનું–
રાગનું ઈંન્દ્રિયનું કોઈનું આલંબન નથી. ચૈતન્યના સમુદ્રમાં મગ્ન થઈને જ્ઞાન અતીન્દ્રિય
થયું, તેમાં આવો આત્મા ધર્મીને પ્રત્યક્ષ ભાસ્યો છે; એવા જ્ઞાન સાથે તેની શ્રદ્ધા થઈ છે,
ને તે કાળે નિર્વિકલ્પઆનંદની અનુભૂતિ થઈ છે. ચૈતન્યગોળો બધા રાગ–વિકલ્પોથી
છૂટો પડી ગયો; હવે રાગનો કણ પદ કદી મને મારા ચેતનસ્વરૂપે ભાસવાનો નથી.
આવો મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ્યો છે.
આજની અમૃતવર્ષા ઝીલીને આનંદિત થતાં પૂ. બંને ધર્મમાતાઓએ હદયના
ઉલ્લાસથી નીચેનું મંગલગીત ગવડાવ્યું હતું–
અમ સેવકના પ્રભુ હદય તલસતા,
ક્્યારે છૂટે ગુરુવાણી ભવ હરનારી રે....
મધુરા સૂર ગુરુવાણીનાં વાગે.....
જ્ઞાનગંગાના પાને પાવન થઈએ રે....
ગુરુરાજવાણીમાં ચૈતન્ય ઝળકતો,
અંતરથી સૂણતાં ભવથી ભાવઠ ભાંગે રે...
જ્ઞાયકદેવના મીઠાં મંત્ર સુણાવી
મુક્તિ કેરો અપૂર્વ માગૃ બતાવ્યા રે.....
ગુરુદેવના સૂક્ષ્મ ભાવો નિતપ્રતિ વરસો
હૈડામાં વસજો મારા અંતરમાં ઊતરજો રે.....
વાણી સૂણી મારું અંતર ઊછળે,
ગુરુવાણીથી આજે આનંદમંગળ વરતેરે.....
નિર્વિધ્ન ચૈતન્યવિલાસી આત્મિક આનંદદાતા
નિરંતર શુદ્ધાત્મ–પ્રતિબોધક ગુરુદેવશ્રી જયવંત હો.