૩૪૬
* માર્ગ ખુલ્લો છે *
ધર્મીની પર્યાય અંતર્મુખ થઈને એમ અનુભવે છે કે
ગતિ, રાગ વગેરે વિભાવોથી રહિત એક પરમ
ચૈતન્યભાવ હું છું. પર્યાયના ભેદના કોઈપણ વિકલ્પો,
તેનો હું કર્તા નથી, તેનું કારણ હું નથી, તેનો કરાવનાર
કે અનુમોદનાર પણ હું નથી. એક સહજ પરમસ્વભાવ
જ હું છું–એમ શુદ્ધનિશ્ચયનય દેખે છે. શુદ્ધનિશ્ચયનય
અને તેનો વિષય અભેદ છે, તેમાં ભેદ રહેતો નથી,
વિકલ્પ રહેતો નથી. શુદ્ધનયવડે આવા અભેદ આત્માની
અનુભૂતિ કરવી તે જ પરમ શાંતિરૂપ મોક્ષનો માર્ગ છે.
પ્રશ્ન:–અત્યારે તો આવો માર્ગ ચાલતો નથી!
ઉત્તર:–કોણ કહે છે નથી ચાલતો? પોતાની પર્યાયમાં જે
આત્મા આવો અનુભવ કરે તેને અત્યારે પણ
પોતામાં આવો મોક્ષ માર્ગ ચાલી રહ્યો છે....તેની
પરિણતિ એ જ મોક્ષમાર્ગ છે; ધર્મીને અંતરમાં
આવો માર્ગ ખૂલી ગયો છે. મોક્ષના મહાસુખને
ચાખતો–ચાખતો તે મોક્ષના માર્ગે જઈ રહ્યો છે.
ધન્ય માર્ગ! ધન્ય ચાલનાર!
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૮ શ્રાવણ (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૨૯ : અંક ૧૦