ગુરુદેવ પીવડાવી રહ્યા છે. અહા, જે આનંદની ગંઘ પણ પૂર્વે અનંત–
કાળમાં કદી ન હતી તેવા અપૂર્વ અતીન્દ્રિય આનંદનો સ્વાદ
સમ્યગ્દર્શન થતાં અનુભવાયો. વિકલ્પોથી નિર્વિકલ્પચીજ અત્યંત જુદી
જાતની છે, તે નિર્વિકલ્પ આનંદની લહેર પાસે ગુણભેદોનો વિકલ્પ
પણ દુઃખરૂપ લાગે છે. તે વિકલ્પથી પાર ચૈતન્યના આનંદરસનું ઘોલન
એ જ આત્માનું જીવન છે. આવો અનુભવ કર્યો તે સાચો
‘જીવવંતસ્વામી’ થયો.
આત્માના ચિદાનંદસ્વભાવમાં અંદર ઊંડા ઊતરીને તેનું અવલોકન
કરો, જેના અવલોકનથી ચૈતન્યના અનંતગુણના નિર્વિકલ્પ
આનંદરસનું વેદન થશે.