: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૪૧ :
મહોત્સવ * રત્નવૃષ્ટિ
સોનગઢમાં નિતનિત મંગલમહોત્સવ
ધર્માત્માઓના પ્રતાપે ઉજવાય છે, ને
ગુરુમુખગગનથી અપૂર્વ શ્રુતરત્નોની વૃષ્ટિ થાય છે. તે
રત્નોમાંથી ૫૯ રત્નો અહીં આપીએ
છીએ....ચૈતન્યની અપૂર્વ ચમકથી ચમકતા આ
રત્નોનું મનન સૌને ખૂબ જ લાભકારી થશે.
૧. અહા, મારું ચૈતન્યતત્ત્વ જ સૌથી ઉત્કૃષ્ટ રત્ન છે, એનાથી ઊંચુ બીજું
કાંઈ નથી,–એમ ધર્મી અનુભવે છે.
૨. मोक्षार्थिना प्रथममेव आत्मा ज्ञातव्य.......મોક્ષાર્થીએ પ્રથમ જ આત્મા
જાણવો. જાણવો એટલે અંતર્મુખ થઈને અનુભવ કરવો.
૩. શુદ્ધાત્માની અનુભૂતિ થઈ તે મોક્ષ માટેનો અપૂર્વ મહોત્સવ છે. અહા,
આત્માની આરાધના જેવો મોટો મંગલ ઉત્સવ બીજો ક્્યો હોય! ધર્મી
જીવને તો નિરંતર એવો મહોત્સવ છે.
૪. મહા ગંભીર જે ચૈતન્યસમુદ્ર તેની અનુભૂતિમાં કાંઈ એકલું સમ્યગ્દર્શન
રત્ન નથી, તેમાં તો એક સાથે અનંત ગુણરત્નો નિર્મળ ચૈતન્યતેજથી
ઝળકી રહ્યા છે. અનંતગુણના એકરસનો મહા આનંદ સ્વાનુભૂતિમાં
ઊછળે છે.
પ. હે જીવ! તારા હિતને માટે આવી ગંભીર તારી ચૈતન્યવસ્તુમાં તારી
બુદ્ધિને તું જોડજે; બહારના કુતૂહલમાં અટકીશ મા.
૬. તારા અંતર્મુખ ઉપયોગમાં ચૈતન્યની સ્ફૂરણા થતાં જ શાંતરસનો
કૂવારો એવો ઊછળશે કે તે મહાઆનંદના વેદનમાં દુઃખ અને વિકલ્પો
તો ક્્યાંય ભાગી જશે......તારા ચૈતન્યપ્રભુની પ્રસન્નતા તને
અનુભવાશે.