: ૪૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
મં ગ લ – ર ત્ન વૃ ષ્ટિ
૭. સર્વજ્ઞ ભગવંતો અમારા ઉપર પ્રસન્ન થયા છે.....તેઓ અમારી
નીકટ–મુક્તિને કેવળજ્ઞાનમાં દેખી રહ્યા છે–એ જ એમની વીતરાગી–
પ્રસન્નતા છે.
૮. ધર્માત્માના મતિજ્ઞાનનું એવું અચિંત્યસામર્થ્ય છે કે કેવળજ્ઞાનને નજીક
બોલાવે છે.
૯. ધર્મી સ્વસંવેદનના બળથી કહે છે કે–વિદેહી ભગવંતોની સર્વજ્ઞતા અહીં
બેઠાબેઠા અમે જોઈએ છીએ. શરીર ભલે ન દેખાય, પણ એમની
સર્વજ્ઞતા તો સ્પષ્ટ દેખાય છે. –એવું સ્વાનુભૂતિનું બળ છે.
૧૦. સાધકધર્મી તો સર્વજ્ઞનો પુત્ર થયો; સર્વજ્ઞનો વૈભવ એણે પોતામાં જ
દેખી લીધો; એને તો નાનકડો (સિદ્ધ (ईषत् सिद्ध) કહ્યો છે.
૧૧. અહા, સાધકને આત્માના સ્વસંવેદન–પ્રત્યક્ષનું અપાર સામર્થ્ય છે,
એનું સ્વસંવેદન અચિંત્ય–અપાર–ઊંડું છે.
૧૨. અંતરમાં રાગથી ભિન્ન ચેતનાને દેખી ત્યાં સર્વજ્ઞતામાં સંદેહ શો?
૧૩. આહાહા! ચેતનપ્રભુના મહિમાની શી વાત! અનંતાનંત ગુણોની
નિર્મળતા જેમાં ઉલ્લસી રહી છે તેની શાંતિનું શું કહેવું? એવી શાંતિ
ધર્મીને નિરંતર વર્તે છે.
૧૪. વાહ રે વાહ! ધર્માત્માની વીતરાગતાનો વિલાસ! કેવો અદ્ભુત છે!!
કેવો આનંદમય છે!! જેમાં અનંત અતીન્દ્રિયસુખ....એના વિલાસનું
શું કહેવું?
૧પ. ધર્મી જીવ પોતાને ચેતનામય અનુભવે છે.....તે ચેતનાને રાગ સ્પર્શી
શકતો નથી. ચેતના સમસ્ત વિભાવોથી વિરકત છે.
૧૬. ચેતના નિર્વિકલ્પ થઈને અંદર સમાણી ત્યાં વિકલ્પોનો તો ભૂક્કો થઈ
ગયો.....વિકલ્પો અલોપ થઈ ગયા.
૧૭. અરે, આવા આત્માને સ્વીકારીને તેને અનુભવનારી ચેતના, તેમાં
વિકલ્પ કેમ સમાય? શાંતિના દરિયામાં અગ્નિનો તણખો કેમ
સમાય?