: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૪૩ :
મં ગ લ – ર ત્ન વૃ ષ્ટિ
૧૮. આનંદ તો જેનો એક ગુણ, એવા તો અનંત–અનંત–અનંત ગુણો–
તેમાં ભેદ કર્યાં વગર ધર્મી તેને અનુભવે છે....તેના આનંદની શી
વાત!
૧૯. અહા, આવો ઊંડો–ગંભીર મારો આત્મા, તેમાં હું ભેદ કરતો નથી.
ભેદ કર્યાં વગર મારામાં હું સમાઈ જાઉં છું.....નિર્વિકલ્પ થઈ જાઉં છું.
૨૦. ચેતના કહે છે કે હું વિકલ્પને કરતી જ નથી. અનંતગુણથી આખી
મારી વસ્તુ, તેમાં એકગુણના ભેદનો વિકલ્પ હું કરતી નથી.
૨૧. અરે, વિકલ્પની તે કેટલી તાકાત! વિકલ્પમાં એવી તાકાત નથી કે તે
મને ગ્રહણ કરી શકે! હું પરમ ચૈતન્યરત્ન! તે વિકલ્પોમાં જતો નથી.
૨૨. સ્વસંવેદન–જ્ઞાનની તાકાત એટલી મહાન છે કે રાગ વગર પોતાના
પરમ ચૈતન્યતત્ત્વને અખંડ ગ્રહણ કરે છે.
૨૩. અહો, સર્વોત્કૃષ્ટ ચૈતન્યરત્ન મારી આત્મઅનુભૂતિમાં ઉલ્લસ્યું છે.
૨૪. જે ચેતનાએ ચૈતન્યરસનો મધુર સ્વાદ ચાખ્યો તે ચેતના હવે
વિકલ્પનો કડવો સ્વાદ કેમ લ્યે?
૨પ. આનંદમય નિજસ્વરૂપમાં લાગેલી ચેતનાને પરની ચિંતા કરવાની
નવરાશ જ ક્્યાં છે?
૨૬. અનંતઆનંદ જેના પેટમાં ભર્યો છે તે બીજા પાસેથી ભીખ માગવા
કેમ જાય?
૨૭. અહો, જીવો! આવા તમારા પરમ સ્વભાવને લક્ષમાં લઈને તેની જ
ભાવના કરો.
૨૮. મારા એકત્વ–ચૈતન્યસ્વભાવમાં સંસારનો પ્રવેશ જ નથી.
૨૯. આવો આનંદમય મારો આત્મા, તેને દેખવામાં લીન હું,–મારે બીજાને
જોવાનું શું કામ છે?
૩૦. મારા અનંતગુણનું સુખ હું ચાખી જ રહ્યો છું–ત્યાં પરમાંથી સુખ
લેવાનો ઉત્સાહ મને આવે જ કેમ? પરમાં ક્્યાંય સુખબુદ્ધિ હવે થાય
નહિ.