: ૪૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
મં ગ લ – ર ત્ન વૃ ષ્ટિ
૩૧. જુઓ, આવી દશા તે ધર્માત્માની દશા છે, તેને ઓળખીને ધર્મીની
સાચી ભક્તિ થાય છે.
૩૨. ચેતનભાવે ધર્માત્માને ઓળખતાં પોતાને અંતરમાં આનંદમય
વીતરાગભાવ પ્રગટે તે સાચો મહોત્સવ છે....તે મોક્ષનો મહોત્સવ છે.
૩૩. હે જીવ! અનંતગુણના સુખથી ભરેલું વૈઠુંઠધામ તારામાં ભર્યું છે, તેમાં
તું જા. ચૈતન્યના અચિંત્ય વૈભવથી ભરેલી નિર્વાણનગરીનો તું નાથ
છો.
૩૪. તારા હિતનું આ ટાણું સાચવી લે–બાપુ! સંસારથી હવે બહુ થયું....
હવે બસ કર! મતિવંત થઈને તું જાગ, જાગ, જાગ.
૩પ. અરિહંતો તીર્થંકરો જે પંથે મોક્ષે ગયા....તે જ પંથ અમે લીધો છે.
તીર્થંકરોના આ માર્ગમાં આનંદથી અમે મોક્ષનગરી તરફ ચાલી રહ્યા
છીએ.
૩૬. અરે જીવો! આત્માને સ્પર્શીને તેનો નિર્ણય જ્ઞાનમાં કરો.....તેનો
નિર્ણય થતાં જ મોક્ષના દરવાજા ખૂલી જશે.
૩૭. ચૈતન્યપ્રભુને ભેટતાં જ ચેતનાપરિણતિ મહાન અપૂર્વ આંનદથી
આહ્લાદિત થઈને તેમાં ઠરી જાય છે, ને બીજા બધાથી છૂટી પડી જાય
છે.
૩૮. ‘णमो लोए सव्व अरिहंताण’ ત્રણ કાળ ને ત્રણલોકવર્તી
પંચપરમેષ્ઠી ભગવંતોને આ નમસ્કારમંત્રમાં નમસ્કાર કર્યાં છે.
૩૯. અહો, અરિહંતાદિ પંચપરમેષ્ઠી ભગવંતો કેટલા મહાન! કેટલા
અગાઘગંભીર સામર્થ્યવાળા! તેમના સ્વરૂપનું જેને જ્ઞાન છે તે તેમને
નમસ્કાર કરે છે.
૪૦. પંચપરમેષ્ઠીના મહિમાની શી વાત! તેને જ્ઞાનમાં લેનાર જ્ઞાનની પણ
કેટલી મહાનતા! એ જ્ઞાન વિકલ્પથી જુદું પડ્યું છે.
૪૧. પરને નમસ્કાર વખતે વિકલ્પ ભલે હો, પણ તે જ વખતે નમસ્કાર
કરનારનું જ્ઞાન તો વિકલ્પથી જુદું જ વર્તે છે; તે જ્ઞાન કાંઈ વિકલ્પમાં
નથી નમતું, તે જ્ઞાન તો અંતરના સ્વભાવમાં નમે છે.