: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૪૫ :
મં ગ લ – ર ત્ન વૃ ષ્ટિ
૪૨. જે જીવ વિકલ્પમાં નમે છે–વિકલ્પથી લાભ માને છે તે જીવ
પંચપરમેષ્ઠીને ખરેખર નમતો નથી, કેમકે વિકલ્પ કાંઈ પંચપરમેષ્ઠીનું
સ્વરૂપ નથી.
૪૩ પંચપરમેષ્ઠીનું અને પોતાના આત્માનું સ્વરૂપ વિકલ્પથી પાર છે, તેની
ઓળખાણ કરનાર જ પંચપરમેષ્ઠીને નમ્યો છે. અજ્ઞાની તો રાગમાં
નમે છે.
૪૪. ત્રિકાળવર્તી દિવ્યધ્વનિદાતારને નમસ્કાર...અને ત્રિકાળવર્તી
દિવ્યધ્વનિને નમસ્કાર....એવા મંગળપૂર્વક રોજ પ્રવચન શરૂ થાય છે.
૪પ. ત્રિકાળવર્તી તીર્થંકરોને નમસ્કાર કર્યાં–તેમાં જ્ઞાનની તાકાત કેટલી
છે? ભવિષ્યમાં તીર્થંકર થનાર કોઈ જીવ અત્યારે તો નરકાદિમાં પણ
હોય, કે અજ્ઞાનદશામાં પણ હોય,–તેને પણ ભેદજ્ઞાનના બળે અત્યારે
જ તીર્થંકર પણે લક્ષમાં લઈને નમું છું. (षट्खडागमना
મંગલાચરણમાં ટીકાકાર શ્રી વીરસેનસ્વામીએ, (મિથ્યાત્વઅવસ્થા
વખતે પણ જ્ઞાનદર્શનસ્વભાવી જીવનું મંગલપણું સાબિત કર્યું છે–એ
રીતે મોક્ષગામી જીવ ત્રિકાળમંગળ છે એમ સિદ્ધ કર્યું છે–તે વાત
ગુરુદેવને ઘણી પ્રિય છે.)
૪૬. સ્વસન્મુખ વીર્યના ઉત્સાહવાળો જીવ, રાગાથી પાર
ચૈતન્યસ્વભાવના સ્વીકાર પૂર્વક અરિહંતાદિ ભગવંતોને નમસ્કાર કરે
છે. વીતરાગને જે નમે તેને રાગ પ્રત્યે ઉત્સાહ કેમ રહે?
૪૭. અહા, મારા ચૈતન્યપ્રકાશી દીવડામાં મારું પરમાત્મતત્ત્વ બિરાજી રહ્યું
છે. ચૈતન્યદીવડાથી શોભતું આનંદમય સુપ્રભાત મારા આત્મામાં
ઊગ્યું છે.
૪૮. ભગવાનનો માર્ગ એટલે આત્માની મુક્તિનો માર્ગ આત્મામાં અત્યંત
અંતર્મુખ થઈને અમે પ્રાપ્ત કરી લીધો છે. માર્ગમાં આવી ગયા છીએ,
હવે મુક્તિમાં સંદેહ નથી.
૪૯. અહા, અંર્તતત્ત્વ, મહા સુખનો સમુદ્ર, તેના તળીએ પહોંચીને
પરિણતિ પણ સુખસમુદ્રમાં મગ્ન થઈ..... એવી મગ્ન થઈ કે હવે
પરભાવ સામે ડોકિયું પણ નથી કરતી.