Atmadharma magazine - Ank 346
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page  


PDF/HTML Page 53 of 53

background image
ફોન નં. : ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 182
ના ન ક ડા સિ દ્ધ
તમે કદી નાનકડા સિદ્ધ જોયા છે!
હા; સોનગઢમાં એવા નાનકડા સિદ્ધ ગુરુદેવ ઘણીવાર બતાવે છે:
સહજ ચૈતન્યવિલાસરૂપે પોતાને અનુભવનાર સાધક ધર્માત્મા જાણે
છે કે–સંસારીપણું તે હું નથી, સંસારના કારણરૂપ કોઈ ભાવો હું નથી; સહજ
ચૈતન્યસ્વરૂપ ભાવના અનુભવમાં મને સંસારસંબંધી કોઈ ભાવો નથી.
સમ્યકત્વની પ્રાપ્તિ થઈ ત્યારથી જીવને આવા આત્માનો અનુભવ છે. અહા,
આનંદના પરમ અમૃતથી ભરેલો સ્વભાવ મારી દ્રષ્ટિમા આવ્યો છે, તેથી
પર્યાયમાં પણ અમૃતની ઝડી વરસે છે; સિદ્ધ જેવું સુખ વેદાય છે.
મનુષ્યપણું કે સ્વર્ગપણું તે હું નહીં, તેના કારણરૂપ શુભરાગ હું નહીં;
ચારે ગતિના ભવ, કે ભવના હેતુરૂપ ૧૪૮ કર્મપ્રકૃતિ તે મારા ચૈતન્યમાં છે
જ નહીં. ભવના અભાવરૂપ મારી ચૈતન્યવસ્તુ છે, તેની અનુભૂતિમાં ભવ
કેવો? મોક્ષના આનંદથી ભરેલો આત્મા જ્યાં અનુભવમાં આવ્યો તેમાં હવે
ભવ કેવો? ૧૪મા ગુણસ્થાન સુધી ઉદયભાવ ભલે હો, પણ મારી
ચૈતન્યઅનુભૂતિમાં તો તે ઉદયભાવોનો અભાવ જ છે. અહા! આવી
અનુભૂતિવાળા સાધકને તત્ત્વાર્થસારમાં ‘ઈષત્ સિદ્ધ’ અથવા
‘नोसिद्ध’
એટલે કે નાનકડા સિદ્ધ કહ્યા છે. એના સાધકભાવમાં સંસારનો અભાવ જ
છે, ને અસંખ્યસમયમાં તે સાક્ષાત્ સિદ્ધ થશે.–આ નાનકડા સિદ્ધ અને તે
મોટા સિદ્ધ,–બંનેને નમસ્કાર હો.

પ્રકાશક : શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત : ૩૧૦૦
મુદ્રક : મગનલાલ જૈન. અજિત મુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) : શ્રાવણ (૩૪૬)