૦ અહો હું તો આનંદસ્વરૂપ છું.
૦ ધીરતા ને ગંભીરતા તે મારી શોભા છે.
૦ વિકલ્પોના પરભાવો મને સ્પર્શતા નથી.
૦ મારો સ્વભાવ મહાન ઉદાર ઊંચો છે.
૦ મારા સ્વભાવ કરતાં મોટું ઊંચું કાંઈ નથી.
૦ મારામાંથી જેટલો આનંદ કાઢું તેટલો નીકળે એવું ઉદાર હું છું.
૦ જગતના અનંત પદાર્થોને જાણવા છતાં મને કંઈ આકુળતા નથી.
૦ હું અનાકુળ શાંતરસમાં પરિણમનારું છું.
૦ આત્મામાં જ હું આરામ કરું છું–ઠરું છું.
૦ મારા અનંતગુણવૈભવને મેં સ્વીકારી લીધો છે.
૦ મેં અતીન્દ્રિય થઈને મારા મહાન સ્વભાવને અનુભવી લીધો છે.
૦ ચૈતન્ય–પાતાળમાં પ્રવેશીને મોક્ષના આનંદનો નમૂનો મેં મારામાં
૦ હું પંચપરમેષ્ઠી ભગવંતોની પંક્તિમાં બેસનાર છું.
અહા, જ્ઞાનીનું આવું જ્ઞાન, આનંદની કેલિ કરતું–કરતું મોક્ષને સાધે છે.
છે! શ્રીગુરુઓ કરુણાથી કહે છે કે અરે જીવ! તું ચેત! ચેત!
તારા હિતનો આ અવસર ચૂકી ન જા. બહારના વાદવિવાદ
છોડીને તારા ચૈતન્યની અનુભૂતિમાં આત્માને જોડ......ને
ભવબંધ તોડ.