Atmadharma magazine - Ank 346
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 53

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૫ :
એમ કહ્યું છે.
અહો, મારી આવી ચૈતન્યવસ્તુ, શ્રીગુરુએ મને સમજાવી...રાગથી પાર, ભેદોથી
પાર, જ્ઞાનદર્શ નથી પરિપૂર્ણ અનંતા ચૈતન્યરસથી ભરેલો હું છું–એમ મારા સ્વસંવેદન
પ્રત્યક્ષથી મેં અનુભવ્યું. મારું પરમેશ્વરપણું મારામાં જ છે. જેમ કોઈ મૂઠીમાં જ રહેલા
સોનાને ભૂલીને બહારમાં શોધે તેથી દુઃખી થાય, ને જ્યાં યાદ કરીને પોતાની જ મૂઠીમાં
રહેલું સોનું દેખે કે આ રહ્યું સોનું! – ત્યાં તરત તે પ્રકારનું દુઃખ છૂટી જાય; તેમ રાગાદિ
પરભાવોની પક્કડને લીધે જીવ પોતે પોતાનું પરમેશ્વરપણું ભૂલી ગયો હતો, તેથી દુઃખી
હતો, પણ શ્રીગુરુના ઉપદેશથી સાવધાન થઈને અંદર જોયું કે અહા! પરમેશ્વરપણું તો
મારામાં જ છે! – ત્યાં અનંતા ગુણના પરમ–એર્શ્ચયથી ભરેલા પરમેશ્વરરૂપે પોતાને
અનુભવતાં મહા પરમ આનંદ થાયછે.–આવી અનુભૂતિ પ્રગટવાનું આ વર્ણન છે. શિષ્ય
નિઃશંક કહે છે કે આવી અનુભૂતિ મને થઈ છે. અરે ભાઈ! આવા આત્માના અનુભવ
વગર ચૌરાશીના અનંત અવતાર તેં કર્યાં; સ્વર્ગના ને નરકના અનંતા અવતાર તેં કર્યાં.
પણ તારી ચૈતન્યવસ્તુ કેવી છે તેને તેં ન દેખી.
અત્યારે તે ચૈતન્યવસ્તુને સમજવાનો આ અવસર છે. ચૈતન્યવસ્તુમાં અનંતા
ગુણના રસ ભર્યા છે, તેને જાણતાં સ્વસંવેદનપ્રત્યક્ષપૂર્વક શ્રદ્ધા થઈ, નિર્વિકલ્પ
અનુભૂતિ થઈ, મહા અતીન્દ્રિયઆનંદ થયો. અનંતા ગુણોનો રસ એક સાથે અભેદ
અનુભૂતિમાં પ્રગટ્યો.
સ્વ–પરને જાણનાર તત્ત્વ હું છું – એમ જ્ઞાનસત્તાપણે ધર્મી પોતાને અનુભવે છે.
પહેલાંં જ્ઞાનસત્તાને ભૂલીને પરસત્તામાં એકત્વ માનતો, હવે પોતાની જ્ઞાનસત્તાનું ભાન
થયું કે અહો, આ બધું જણાય છે તેમાં જાણવાની સત્તારૂપે જે સદાય અનુભવવાય છે.
આવી ચૈતન્યસત્તારૂપે સ્વસંવેદનથી પોતે પોતાને જાણ્યો ત્યાં મોહનો નાશ થયો.
આત્મસ્વરૂપના યથાર્થ જ્ઞાનપૂર્વક શ્રદ્ધા અને અનુભવ થયા છે; તે ત્રણે રાગથી ભિન્ન છે.
આત્માને જાણવો એટલે તેની સન્મુખ થઈને અનુભવવો, તે જ જાણ્યું કહેવાય. આ રીતે
આત્માને જાણવો–શ્રદ્ધવો ને અનુભવવો તે મોક્ષમાર્ગ છે. શિષ્ય કહે છે કે આવો
અનુભવ કરીને
હવે હું સમ્યક્ એક આત્મારામ થયો; પહેલાંં અપ્રતિબુદ્ધ–ઉન્મત હતો, હવે સાચો
આત્મરામ થયો. આવો હું મારા આત્માને સ્વાનુભવ–પ્રત્યક્ષ ચૈતન્યજ્યોતિરૂપે અનુભવું
છુ; મારી પર્યાય આવા આત્માના અનુભવરૂપ પરિણમી રહી છે.