Atmadharma magazine - Ank 347
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 41

background image
* અવસર આવ્યો છે આત્માને સાધવાનો *
સાધર્મી બંધુઓ, આવતા અંકે આપણા આ પ્રિય માસિકનું
૨૯મું વર્ષ પુરું થશે. પૂ. શ્રી કહાનગુરુની મંગલછાયામાં આત્મધર્મ દ્વારા
આપણને સૌને આત્મહિતનું જે માર્ગદર્શન અને પ્રેરણા મળે છે તે
અલૌકિક છે. વીતરાગમાર્ગની શરૂઆત આપણા આત્મામાંથી જ થાય
છે,–એવો આત્મસન્મુખી વીતરાગમાર્ગ આપીને ગુરુદેવે અપૂર્વ ઉપકાર
કર્યો છે. અહા, વિદેહમાં સદાય વહેતો ધર્મપ્રવાહ ગુરુપ્રતાપે આજે
આપણને અહીં ભરતક્ષેત્રમાં પણ મળી રહ્યો છે. તો પછી ઓલો
ચોથાકાળ અને પંચમકાળ તેમાં શો ફેર છે? ને અહીં પણ ધર્મપ્રાપ્તિ
થતી હોય તો ભરતમાં ને વિદેહમાં શો ફેર છે.?
બંધુઓ, આ અવસર આત્માને સાધવાનો છે. આત્માને
સાધવાની સર્વ સામગ્રી અહીં ગુરુદેવના પ્રતાપે મળી છે, તો હવે આવા
ઉત્તમ કાર્યમાં વાર શા માટે લગાડવી? અત્યંત જાગૃત થઈને આત્માની
આરાધનામાં તત્પર થાઓ.....દીવાળી આવતાં પહેલાંં આત્મામાં
ચૈતન્યના અનંત સમ્યક્ દીવડા પ્રગટાવો ને આત્મામાં મોક્ષની
મંગલદીપાવલી આનંદથી ઊજવો.
ગુરુદેવ કહે છે : ભાઈ! આત્મામાં કદી દુષ્કાળ નથી.....
શાંતરસના અખૂટ ભંડાર તેમાં ભર્યા છે. સમ્યક્ રુચિવડે તેનું સીંચન
કરતાં તારી પર્યાયમાં અનાદિનો દુકાળ ટળીને સમ્યક્ત્વાદિ આનંદના
મીઠા પાક પાકશે, ધર્મના લીલાછમ અંકૂરથી આત્મા શોભી ઊઠશે....ને
અંદરથી રણકાર ઊઠશે કે
‘હે જ્ઞાનપોષક સુમેઘ! તને નમું હું’