Atmadharma magazine - Ank 347
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 41

background image
ભાદરવો : ૨૪૯૮ : આત્મધર્મ : ૧ :
વિનમ્ર શ્રદ્ધાંજલિ
[પ્રશમમૂર્તિ ભગવતી પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની ‘વન’ વર્ષોની પૂર્ણાહુતિ
તથા પ૯ મા વર્ષની જન્મજયંતીના મંગલ પ્રસંગે સમર્પિત ભાવભીની શ્રદ્ધાંજલિ]
અધ્યાત્મયુગપ્રવર્તક સ્વાત્માનુભૂતિપથપ્રદર્શક પરમકુપાળુ પરમપૂજ્ય
ગુરુદેવ શ્રી કાનજીસ્વામીની ચૈતન્યસ્પર્શી અમૃતવાણીના સુયોગથી જેમણે
પોતાની અંતઃચેતના જાગૃત કરી છે, ગુરુદેવે આપેલો જ્ઞાન–વૈરાગ્યમય દિવ્ય
બોધ જેમણે પોતાના જીવનમાં વણી લીધો છે, જેમની નિર્મળ, નિર્વિકલ્પ
સ્વાનુભૂતિમય દશાની ગુરુદેવ વારંવાર પ્રશંસા કરે છે અને
‘ભગવતી’,‘જગદમ્બા’ વગેરે ખાસ વિશેષણો આપીને ગુરુદેવે જેમના પ્રત્યે
આપણને શ્રદ્ધા, ભક્તિ અને બહુમાન જગાડયાં છે, તે મંગલમૂર્તિ પૂજ્ય ભગવતી
બહેનશ્રી ચંપાબહેનનો આપણા મુમુક્ષુ સમાજ ઉપર ઘણો ઉપકાર છે; તે
ઉપકારવશ આજે શ્રાવણ વદ બીજના મંગલદિને આપણે તેમનો ‘વન’ વર્ષોની
પૂર્ણાહુતિ તથા પ૯ મા વર્ષનો જન્મજયંતિ–સમારોહ ઊજવીએ છીએ.
પૂજ્ય ચંપાબહેનનું વ્યકિતત્વ અંર્ત તથા બાહ્ય અતિ ગંભીર અને
મહાન છે. બાળવયથી જ વૈરાગ્યપ્રેમ, ચિંતનશીલ સ્વભાવ અને દ્રઢ
નિર્ણયશક્તિ વગેરે અનેક ગુણો તેમનામાં સહજ છે. નિશાળમાં ભજવાતા
દમયંતી વગેરે સતીઓના વૈરાગ્યપ્રેરક સંવાદો તેમને ખૂબ ગમતા; સાહિત્ય
અને ગીતો પણ વૈરાગ્યનાં જ ગમતાં–ગાતાં.
વૈરાગ્યભીનું અને સત્યશોધક તેમનું હૃદય આત્માની પ્રાપ્તિ માટે તલસતું
હતું. પૂજ્ય ગુરુદેવનો સત્સમાગમ થયો, તેમની આત્મસ્પર્શી અમોઘ વાણીનો
સુયોગ પ્રાપ્ત થયો. ગુરુદેવની વજ્રવાણીએ તેમનું સત્ત્વ ઝળકાવી દીધું, સમકિત
પામવાની તમન્ના તીવ્ર બની, સર્વ શક્તિ આત્મામાં કેન્દ્રિત કરી; દિન–રાત
દ્રષ્ટિની નિર્મળતા તથા આત્માનુભૂતિની સાક્ષાત્ પ્રાપ્તિ માટે અથક, અવિરત
પુરુષાર્થ કર્યો, અને ફલત: માત્ર ૧૯ વર્ષની લઘુ વયમાં જ પોતાનો અપ્રતિમ
પુરુષાર્થ સાકાર કર્યો, ભવસંતતિછેદક સમ્યગ્દર્શન પ્રાપ્ત