નિર્મળ નિર્વિકલ્પ સ્વાત્માનુભુતિનું અમૃતઝરણું વહેતું થયું. ધન્ય છે તે મહાન
આત્મા! અને ધન્ય છે તેમનો અપ્રતિહત પુરુષાર્થ!!
પ્રગટી. પૂજ્ય ગુરુદેવને પોતાને વર્ષોથી જે ‘ભાસ’ થતો હતો તેનો સ્પષ્ટ ઉકેલ
પૂજ્ય બહેશ્રીના સ્મરણજ્ઞાને આપ્યો. ભૂત, વર્તમાન અને ભાવીનું આશ્ચર્યકારી
અનુસંધાન તેણે આપ્યું. તે અનુસંધાનજ્ઞાન દ્વારા મુમુક્ષુ સમાજ ઉપર ખરેખર
મહાન ઉપકાર થયો છે, ગુરુદેવની પરિણતિને બળ મળ્યું છે, ગુરુદેવના
પ્રભાવનાયોગને વેગ મળ્યો છે અને એ રીતે જિનશાસનની મહાન પ્રભાવના
થઈ છે.
દશા વિશે વર્ણન કરવું શક્તિ બહાર છે. તેમના ગહન વ્યક્તિત્વ ઉપર માત્ર ગુરુદેવ
જ યથાર્થ પ્રકાશ પાથરી શકે. ગુરુદેવે તેમને ‘ભગવતી’ અને ‘જગદમ્બા’નાં
વાસ્તવસ્પર્શી વિશેષણો આપ્યાં છે તે તેમની સહજ અંર્તદશાના તથા તેમની
મહાનતા યથાર્થ દ્યોતક છે. હંમેશાં તોળી તોળીને વચનો ઉચ્ચારનારા,
તીક્ષ્ણદ્રષ્ટિવંત, સ્વરૂપાનુભવી પરમ પૂજ્ય ગુરુદેવશ્રી અન્ય કોઈ પણ વ્યક્તિને જે
બે વિશેષણોથી કદી વિશેષિત કરતા નથી એવાં ઉપરોકત બે મહિમાપૂર્ણ વિશેષણોથી
પૂજ્ય બહેનશ્રી ચંપાબહેનને અનેક વાર પ્રસન્નતાપૂર્વક બિરદાવે છે, તે જ હકીકત
પૂજ્ય બહેનશ્રીની અદ્ભુત મહત્તા આપણા હૃદયમાં દ્રઢપણે પ્રસ્થાપિત કરવાને
પૂરતી છે. આ વિશેષણો દ્વારા પૂજ્ય ગુરુદેવે સંક્ષેપથી તેમના પ્રત્યે પોતાનો
અહોભાવ વ્યક્ત કરતું પોતાનું હાર્દ પ્રગટ કર્યું છે. ગુરુદેવના હાર્દને તથા વિશેષણના
વાચ્યાર્થના ઊંડાણને આપણે ગંભીરપણે સમજીએ, ગુરુદેવે આપેલા અધ્યાત્મબોધને
જીવનમાં ઉતારનાર આ ‘ભગવતી માતા’ ની આત્મસાધનાના આદર્શને
દ્રષ્ટિસન્મુખ રાખીએ અને તેમના જીવનમાંથી મળતી પ્રેરણા દ્વારા આપણે આપણો
આત્માર્થ સાધીએ–એવી અંતઃકરણની ભાવના છે.