Atmadharma magazine - Ank 347
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page  


PDF/HTML Page 41 of 41

background image
ફોન નં. : ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 182
ધન્ય જિનવાણી!. ધન્ય વીતરાગ મુનિવરો!
[મુનિભગવંતોએ આપણને આપેલો અમૂલ્ય વીતરાગી વારસો]
ગુરુદેવ હંમેશા બપોરે ત્રણેક કલાક એકાંતમાં શાસ્ત્રસ્વાધ્યાય–મનન કરે છે.
હમણાં છેલ્લા માસ દરમિયાન તેઓશ્રીએ ‘ષટ્ખંડાગમ’ મહાશાસ્ત્રના ૧૬ ભાગોનું
વિહંગાવલોકન કર્યું. અહા! એમાં તો દરિયો ભર્યો છે! તેમાંથી મુખ્ય–મુખ્ય
મુદઓનું અવલોકન કરીને પ્રવચનમાં અને ચર્ચામાં પણ અવારનવાર નવાનવા
ન્યાયો તેઓશ્રી કહેતા હતા...સાથે સાથે તે પરમાગમનું અને તે રચનારા વીતરાગ
મુનિભગવંતોનું પણ ઘણું જ બહુમાન અને મહિમા કરતા હતા. પ્રવચનમાં જ્યાં
ધવલનું ને મુનિવરોનું નામ આવે ત્યાં તેનો મહિમા સાંભળવા શ્રોતાઓના કાન
ઊંચા થઈ જતા. ગુરુદેવ ઘણા બહુમાનથી કહેતા કે અહા. ષટ્ખંડાગમમાં તો
મુનિવરોએ જ્ઞાનના દરિયા ભરી દીધા છે. કેવળજ્ઞાનીની વાણી સાથે એનો સીધો
સંબંધ છે. કેવળી ભગવાનની વાણી સાથે સંધિ વિના આવી સૂક્ષ્મ વાત આવી શકે
નહિ.–આમ ઘણા પ્રકારે ગુરુદેવ તે ષટ્ખંડાગમ–જિનાગમનો મહિમા કરતા હતા, ને
ધરસેન–પુષ્પદંત–ભૂતબલિ તથા વીરસેન મુનિભગવંતોનો પણ અપાર મહિમા કરતા
હતા. ધન્ય તે વીતરાગ મુનિભગવંતો! ધન્ય આ જિનવાણી! આપણા પરમ ભાગ્ય
છે કે આજે આ વીતરાગ જિનવાણી આપણા હાથમાં આવી ગઈ છે.
હે સાધર્મીબંધુઓ! તમે પરમ આદરપૂર્વક એ જિનવાણીના દર્શન કરજો.......
સ્વાધ્યાય કરજો. પચીસ વર્ષ પહેલાં જેના દર્શન દુર્લભ હતા તે અમૂલ્ય વસ્તુ આજે
આપણા ઘરે આપણા હાથમાં આવી છે. આપણા પૂર્વજોનો આ અમૂલ્ય વીતરાગી
વારસો છે–આપણે તેના હક્કદાર છીએ. (આ ષટ્ખંડાગમના સારભૂત વિષયોનું
દોહન આત્મધર્મમાં આપવાની સંપાદકની ભાવના છે.)
પ્રકાશક : (સૌરાષ્ટ્ર) પ્રત : ૩૧૦૦
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) : ભાદરવો (૩૪૭)